Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Not 3 days, even if 3 months in jail, we will fight!' A counter challenge by the agitators against CM Fadnavis' warning!

VIDEO: '3 દિવસ નહીં, 3 મહિના જેલમાં રાખો તો પણ લડી લઈશું!' CM ફડણવીસની ચેતવણી સામે આંદોલનકારીઓનો વળતો પડકાર!

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે મુંબઈમાં વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ વહીવટી તંત્રની મંજૂરી ન મળે તો પણ 2 ઓક્ટોબરે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સામે પક્ષે સરકારે પણ કાયદો-વ્યવસ્થા જાળવવા કડક વલણ દાખવવાનો સંકેત આપ્યો છે.

App Store

પ્રદર્શનની મંજૂરી નહીં મળે તો પણ પાછા નહીં હટીએ : દીપકે

મુંબઈ પ્રેસ ક્લબમાં વાતચીત દરમિયાન અભિજીત દીપકે (Abhijeet Dipke)એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, 'જો તંત્ર પ્રદર્શનની પરવાનગી નહીં આપે તો પણ અમે પાછળ હટીશું નહીં. મુંબઈ પોલીસ, દિલ્હી પોલીસ નથી અને મને વિશ્વાસ છે કે મુંબઈ પોલીસ સ્થિતિને વધુ સારી રીતે સંભાળશે. દિલ્હીમાં વિરોધ છતાં વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરતા રહ્યા છે.'

CM ફડણવીસની ચેતવણી સામે દીપકનો વળતો જવાબ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પ્રદર્શન કરનારાઓને 3 દિવસ સુધી જામીન નહીં મળે તેવી ચેતવણી અપાઈ હતી, જેના વળતા જવાબમાં દીપકેએ જણાવ્યું કે, 'સરકાર અમને 3 દિવસ નહીં પણ 3 મહિના જેલમાં રાખવા માગતી હોય તો પણ અમે તૈયાર છીએ, પરંતુ પ્રોટેસ્ટ થઈને જ રહેશે.'

મુખ્ય ચૂંટણી કમિશનર સામે ફોજદારી ફરિયાદની માગ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar)ના રાજીનામાની માગણી દોહરાવતાં દીપકેએ કહ્યું કે, 'મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીનામું આપવું જોઈએ અને તેમની સામે ગુનાહિત કેસ દાખલ થવો જોઈએ. જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો ઓક્ટોબરના અંતથી દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે.'

2025ની મતદાર યાદીને સ્થિર રાખવા સહિત અનેક માંગ

પક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા તેમજ તેમાં નાગરિક સમાજની સીધી ભાગીદારી સુનિશ્ચિત કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2025ની મતદાર યાદીને સ્થિર રાખવા અને તેમાં કોઈપણ પ્રકારના આગળના ફેરફારો ન કરવાની રજૂઆત કરવામાં આવી છે.

મતદાર યાદીમાં ફેરફાર અને 13 કરોડ મતદારોનો વિવાદ

મતદાર યાદીમાં ફેરફાર અંગે ચિંતા વ્યક્ત કરતાં દીપકેએ કહ્યું કે, ‘2024ની લોકસભા ચૂંટણીમાં મતોનો તફાવત માત્ર 2 ટકા જેટલો રહ્યો હતો. આવી સ્થિતિમાં 13 કરોડ જેટલા મતદારોના નામ હટાવવાના દાવાઓ બાદ ચૂંટણીની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા થાય છે.’ જોકે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે એસઆઈઆર સંબંધિત તમામ નિર્ણયો ત્રણેય કમિશનરો દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રથી શરૂ થયેલા મુદ્દાની રાષ્ટ્રીય સ્તરે ગૂંજ

મહારાષ્ટ્રની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મુદ્દાઓ હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ આંદોલન માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત ન રહેતાં હવે લોકતંત્રને બચાવવા માટે દેશભરમાં લઈ જવામાં આવશે અને નાગરિકોને લોકતાંત્રિક પ્રક્રિયાઓને મજબૂત કરવા આગળ આવવા અપીલ કરાઈ છે.

પરવાનગીના નિયમોમાં ભેદભાવનો આક્ષેપ

મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે આયોજિત પ્રદર્શન અંગે આશુતોષ રાંકા (Ashutosh Ranka)એ પ્રશાસન સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, 'રાજકીય પક્ષોને શિવાજી પાર્કમાં રેલી કરવાની છૂટ મળે છે તો અમને કેમ નહીં? જો પોલીસ અટકાયતી પગલાં ભરવા માગતી હોય તો અમે જેલમાં જવા પણ તૈયાર છીએ.'

શિવાજી પાર્કથી લઈને જંતર-મંતર સુધી આંદોલનની રૂપરેખા

મુંબઈ પોલીસે શિવાજી પાર્કમાં સભા યોજવાની મંજૂરી આપવાનો ઈનકાર કરતાં હવે જેલ ભરો આંદોલનની તૈયારીઓ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શનોની યોજના ઘડવામાં આવી છે.