'મારી પાસે પૈસાની કમી નથી, 15 લાખ કરોડ પડ્યા છે પણ વાપરી નથી શકતો'-નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમની પાસે પૈસાની કોઇ કમી નથી. 15 લાખ કરોડ રૂપિયા પડ્યા છે. કામ કરનારાઓની કમી છે. ગડકરીએ એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.
પૈસા માર્કેટમાં છે પણ કામ કરનારાઓની કમી-ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, "મારી પાસે પૈસાની કમી નથી, હું એવો વ્યક્તિ છું મારી પાસે 15 લાખ કરોડ પડ્યા છે પણ હું ખર્ચો કરી શકતો નથી. કામ કરનારાઓની કમી છે, લોકો પૈસા લઇને ઉભા છે પણ કામ થઇ શકતું નથી. જે દિવસે તમે કામની શરૂઆત કરશો, એટલી જૉબ ક્રિએટ થશે તે તેમને આપી નહીં શકો."
5 વર્ષમાં 5 લાખ નવા રોજગાર
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આગામી 5 વર્ષમાં 5 લાખ નવા રોજગાર ઉભા કરવાના સંકલ્પનું આહવાન કરતા કહ્યું કે અમે વિદર્ભની ઇકોનોમિક ગ્રોથમાં યોગદાન આપીયે જેનાથી ઇકોનોમી ગ્રોથ થશે. નાગપુર શહેરને સ્માર્ટ શહેર બનાવી શકીશું અને અનેક ગામને વિકસિત કરી શકીશું.
એમ્પ્લોયમેન્ટ ગ્રોથ પર મુક્યો ભાર
ગડકરીએ કહ્યું કે, એમ્પ્લોયમેન્ટ ગ્રોથ વધારવા માંગીએ છીએ, અમારો ઉદ્દેશ્ય આ જ છે કે વિદર્ભના યુવાઓ માટે રોજગાર ઉભા કરીએ. એસોસિએશન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટને સંબોધતા ગડકરીએ કહ્યું કે તમારો ટાર્ગેટ હોવો જોઇએ 5 વર્ષમાં લગભગ 5 લાખ લોકોને રોજગાર મળે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, આ યોગ છે કે, તે જે કહે છે તે ટાર્ગેટ પૂર્ણ થઇ જાય છે. ગડકરીએ કહ્યું કે જ્યારે મિહાન (Multi-modal International Hub Airport at Nagpur) બનતું હતું નાગપુરમાં તો કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, તે સમયે અમે કહ્યું હતું કે એક લાખ લોકોને રોજગાર આપીશું અને એક લાખ લોકોને અત્યાર સુધી રોજગાર મળી ચુક્યો છે.

