Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Nitin Gadkari can sue Meta-Google and X, HC gives green light

VIDEO: નિતિન ગડકરી મેટા-ગૂગલ અને X સામે કેસ કરી શકશે, હાઈકોર્ટે  આપી લીલી ઝંડી

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશભરમાં E20 (ઇથેનોલ બ્લેન્ડેડ) પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કડક પગલાં લીધા છે. સોશિયલ મીડિયા પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવેલા ડીપફેક અને ફેક ઓનલાઈન કન્ટેન્ટ દ્વારા તેમને અને તેમના પરિવારને આ પૉલિસીથી આર્થિક ફાયદો થતો હોવાના ખોટા દાવાઓ જોડવામાં આવી રહ્યા છે. આ મામલે બોમ્બે હાઈકોર્ટે નિતિન ગડકરીને મેટા, ગૂગલ, એક્સ (X) અને અન્ય પ્લેટફોર્મ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે.

App Store

પોતાનો વિભાગ નહી હોવા છતા બદનામી

હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇથેનોલ બ્લેન્ડિંગ (E20) પ્રોગ્રામ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, ન કે નિતિન ગડકરીના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ. ગડકરીની નાગપુર ઓફિસ તરફથી અગાઉ જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઇથેનોલ બ્લેન્ડિંગ લાગુ કરવાનો નિર્ણય સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવ્યો હતો.

નકલી અને ભ્રામક સામગ્રી હટાવવાનો ઉદ્દેશ્ય

અરજીમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે આ કેસનો હેતુ જનતાને કોઈપણ નિર્ણય પર નિષ્પક્ષ ચર્ચા કે આલોચના કરતા અટકાવવાનો નથી, પરંતુ નકલી, ભ્રામક અને અપમાનજનક સામગ્રી પર લગામ લગાવવાનો છે. જે તેમના વ્યક્તિત્વના અધિકારોનો દુરુપયોગ કરે છે. ગડકરીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આ માનહાનીકારક કન્ટેન્ટ ઓનલાઈન મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેના પર ન્યાયાધીશ અભય આહુજાએ કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે.