VIDEO: દિલ્હીમાં પીજી અને કોચિંગ સંસ્થાઓના નિયંત્રણ માટે આગામી ૬ અઠવાડિયામાં નવી નીતિ રજૂ થશે: મંત્રી આશિષ સૂદ
સોર્સ : gstv
દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે જણાવ્યું છે કે સરકાર શહેરના પીજી રહેઠાણો અને કોચિંગ સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે આગામી છ અઠવાડિયામાં નીતિ અને વેબ પોર્ટલ લાવશે. સત્ય નિકેતનમાં બિલ્ડીંગ ધરાશાયી થયાની દુર્ઘટના બાદ વિદ્યાર્થીઓની મુલાકાત લઈને આ નિર્ણય લેવાયો છે….વિદ્યાર્થીઓએ ભાડા, સુરક્ષા, કરારોના અમલ અને સુવિધાઓને લગતી ચિંતાઓ વ્યક્ત કરી હતી. સરકાર એવા પોર્ટલ પર વિચાર કરી રહી છે જ્યાં પીજીની વિગતો અને સલામતીના ધોરણો નોંધાઈ શકે, જેથી વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ આવી શકે.

