VIDEO: નેપાળ પૂર: શબઘરોમાં જગ્યા ખાલી ન હોવાથી, અજાણ્યા મૃતદેહ દફનાવવામાં આવ્યા
સોર્સ : gstv
નેપાળમાં વિનાશક પૂરે સર્જેલી તારાજી બાદ હવે અજાણ્યા મૃતદેહોની ઓળખ અને દફનવિધિ મોટો પડકાર બની છે. શબઘરો ભરાઈ જવાથી અધિકારીઓએ ચિતવન જંગલમાં ત્રિશુલી અને નારાયણી નદી કિનારેથી મળેલા અજાણ્યા મૃતદેહોને દફનાવવાની શરૂઆત કરવામાં આવી છે. ભવિષ્યમાં પરિવારો મૃતકોને શોધી શકે તે માટે દફનાવતા પૂર્વે તમામ મૃતદેહોના ડીએનએ નમૂનાઓ અને ઓળખ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ થઈ રહેલી આ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં છ મૃતદેહોની ઓળખ થતાં તેમને સ્વજનોને સોંપાયા છે, જ્યારે સેંકડો લોકો હજુ પણ ગુમ હોવાથી પરિવારો ચિંતામાં છે.

