VIDEO: ૨ ઓક્ટોબરે જંતર-મંતર પર CEC જ્ઞાનેશ કુમાર સામે નેહા બોરા અને યોગેન્દ્ર યાદવનું મોટું પ્રદર્શન
સોર્સ : gstv
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ૨ ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા પાયે વિરોધ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. આઇસા (AISA) નેતા નેહા બોરા અને સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવના નેતૃત્વમાં આ આંદોલનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નેતાઓએ તાજેતરમાં પ્રદર્શન પર મૂકવામાં આવેલા પોલીસ પ્રતિબંધો સામે સવાલો ઉઠાવીને દિલ્હી પોલીસ સ્ટેશનમાં સંમતિ પત્ર સોંપ્યો છે. યોગેન્દ્ર યાદવ અને નેહા બોરાએ સ્પષ્ટ જણાવ્યું છે કે દેશની લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાના રક્ષણ માટે ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે નાગરિકો રસ્તા પર ઉતરીને અવાજ ઉઠાવશે. તેઓએ દેશવાસીઓને આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા આહ્વાન કર્યું છે.

