છત્તીસગઢના સુકમામાં નક્સલીઓનો IED બ્લાસ્ટ, ASP આકાશ રાવ શહીદ; 2 જવાન ઘાયલ

છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ એક IED બ્લાસ્ટ કર્યો છે જેમાં એક ASP આકાશ રાવ શહીદ થયા છે જ્યારે બે જવાન ઘાયલ છે.
છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું, "ASP સુકમા આકાશ રાવ ગિરિપુંજે કોંટા-એર્રાબોરા રોડ પર ડોંડા પાસે IED વિસ્ફોટમાં ઘાયલ થયા બાદ વીરગતીને પ્રાપ્ત થયા છે. તે એક બહાદુર જવાન હતા અને તેમને કેટલાક વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ અમારા માટે દુ:ખનો વિષય છે. તપાસ અભિયાન શરૂ છે."

