આજે National Pollution Control Day, જાણો આ દિવસનો ઈતિહાસ અને પ્રદૂષણથી બચવાના ઉપાયો

1984ની ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં ભારત દર વર્ષે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day) ઉજવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પ્રદૂષણ નિયંત્રણ વિશે જાગૃત કરવાનો છે અને લોકોને સ્વસ્થ પર્યાવરણ વિશે પણ જાગૃત કરવાનો છે. આ દિવસે 1984માં ભોપાલની યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી નીકળેલા ઝેરી ગેસે હજારો લોકોના જીવ લીધા હતા. આ ગેસની અસરને કારણે લોકોને ઘણા વર્ષો સુધી શ્વાસ અને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
આ ઝેરી ગેસે પર્યાવરણને પણ અનેક રીતે નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ ચરમસીમાએ પહોંચી ગયું હતું. આવી સ્થિતિમાં ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે પગલાં ભરવામાં આવ્યા હતા. હાલમાં પણ પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે માટે આ જ પ્રયાસો કરવામાં આવે છે. દિલ્હીની સ્થિતિ એ વાતની સાક્ષી આપે છે કે પ્રદૂષણ લોકોના જીવન માટે કેટલું ખતરનાક છે અને તેને રોકવા પર કેમ ભાર મૂકવો જરૂરી છે.
પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય?
ભારતના નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર, દર વર્ષે અંદાજે 70 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે જીવ ગુમાવે છે. આવી સ્થિતિમાં, વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે આપણા કેટલાક પગલાં લેવામાં જોઈએ.
દરરોજ કાર દ્વારા મુસાફરી કરવાને બદલે, વ્યક્તિ બસ અથવા મેટ્રો જેવા જાહેર વાહન દ્વારા મુસાફરી કરી શકે છે. આ વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે.
તમારી આસપાસ છોડ વાવી શકાય છે. તમારા ઘરથી શરૂઆત કરો. ઘરની નજીક ખાલી પડેલી જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવાની પહેલ પણ કરી શકાય.
મોટર તેલ અથવા કેમિકલવાળા લિક્વિડને પાણીમાં ઉમેરવાનું ટાળો. રિસાયકલ કરી શકાય તેવા કચરાને રિસાયકલ કરો અને કમ્પોસ્ટ કરી શકાય તેવા કચરાને છોડમાં નાખો.
દિવાળી અને દશેરા જેવા તહેવારો પર ફટાકડા ફોડવાનું ટાળો. દિવાળી પછી તરત જ દિલ્હીની હવા ઝેરી બનવાનું મુખ્ય કારણ ફટાકડામાંથી નીકળતો ધુમાડો છે.
બાળકોને નાનપણથી જ પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ સમજાવો. બાળકોને તેમની આસપાસની જગ્યા કેવી રીતે સ્વચ્છ રાખવી અને જ્યાં-ત્યાં કચરો ન નાખવાનું શીખવવું મહત્ત્વપૂર્ણ છે.

