Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : naked boyfriend came out from the closet of Parineeta's bedroom

પરિણીતાના બેડરૂમમાંથી અવાજ સાંભળી જેઠને ગઈ શંકા, ચેક કરતાં રૂમના પટારામાંથી નીકળ્યો નિર્વસ્ત્ર બોયફ્રેન્ડ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2025
લાઇવ ટીવીGoogle News
ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સંયુક્ત કુટુંબમાં રહેતી પરિણીત મહિલાએ તેને મળવા આવેલા બોયફ્રેન્ડને પટારામાં પૂરી દીધો હતો. મહિલાના સાસરિયાઓએ આ પ્રેમી યુવકને બહાર ખેંચીને ખૂબ માર માર્યો. સૂચના મળતાં પોલીસ આ મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.
App Store
 
માહિતી અનુસાર એક રાત્રે પરિણીત મહિલાના બેડરૂમમાંથી પુરુષનો અવાજ આવતાં મહિલાના જેઠને શંકા ગઈ. જેઠે ઘરના અન્ય સભ્યોને ત્યાં બોલાવી લીધા અને દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલતાં પહેલાં મહિલાએ પોતાના બોયફ્રેન્ડને રૂમમાં રાખેલા પટારામાં કપડાં નીચે છુપાવી દીધો હતો. ઘરવાળાઓએ આખા રૂમમાં તેને શોધ્યો, પરંતુ તે ક્યાંય ન મળ્યો.
 
આ શોધખોળ દરમિયાન ઘરવાળાઓની નજર પટારા પર પડી, જેની એક કુંડી અંદરની તરફ દબાયેલી હતી. શંકા થતાં તેમણે પટારાનું ઢાંકણ ખોલ્યું. ઢાંકણ ખોલતાં જ ઉપર પડેલાં કપડાં હટાવ્યાં. કપડાં હટાવતાં જ છુપાયેલો બોયફ્રેન્ડ બધાની નજર સામે આવી ગયો. બોયફ્રેન્ડને જોતાં જ ઘરવાળાઓનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને તેમણે તેના વાળ પકડીને પટારાના ઢાંકણ સાથે અથડાવ્યો, થપ્પડ મારી અને લાકડીઓથી માર માર્યો. આ મારામારીમાં ગામના લોકો પણ જોડાયા અને તેમણે પણ યુવકને માર્યો.

પતિ તેનો પ્રેમી બંને મિત્રો છે
પોલીસે જણાવ્યું કે આરોપી બોયફ્રેન્ડનું નામ અજય છે અને તે બાહ તહસીલનો રહેવાસી છે. ફતેહાબાદ વિસ્તારના એક ગામમાં રહેતી એક મહિલાનો પતિ તેનો પ્રેમી બંને મિત્રો છે અને ટ્રક ડ્રાઈવર છે. પ્રેમી યુવક છેલ્લા 5 વર્ષથી મહિલાના સંપર્કમાં હતો. બંને ઘણીવાર મળતા પણ હતા. 

મહિલાએ પહેલા તેના પતિના મોબાઇલ પરથી તેના બોયફ્રેન્ડને ફોન કર્યો અને ત્યાંથી તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ. વાતચીત પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ અને 5 વર્ષ વીતી ગયા.

આરોપી અજયે પોલીસને જણાવ્યું કે જ્યારે મહિલાનો પતિ ઘરની બહાર હોય ત્યારે તે તેને મળવા જતો હતો. મહિલાના જેઠ, જેઠાણી, સાસુ અને સસરા તેના ઘરમાં રહે છે. ઘટનાના દિવસે આરોપી સવારથી જ મહિલા સાથે વાત કરી રહ્યો હતો. મહિલાએ પોતે જ જણાવ્યું હતું કે તેનો પતિ ઘરે નથી, તેથી તે રાત્રે તેને મળવા આવી શકે છે.

રાત્રે 10 વાગ્યાની આસપાસ, મહિલાના જેઠ જેઠાણી રાત્રિભોજન કર્યા પછી સૂવા માટે ટેરેસ પર ગયા. મહિલાએ આરોપી અજયને રાત્રે 11.30 વાગ્યે ફોન કરીને તેના ઘરે બોલાવ્યો હતો. રાત્રે લગભગ  1 વાગ્યાની આસપાસ, મહિલાનો જેઠ પાણી પીવા માટે ટેરેસ પરથી નીચે આવ્યો, ત્યારે તેને મહિલાના રૂમમાંથી એક પુરુષનો અવાજ સંભળાયો. અવાજ સાંભળ્યા પછી, તેણે ઘરના અન્ય સભ્યોને પણ બોલાવ્યા.

આ ઘટના અંગે ફતેહાબાદના એસીપીએ માહિતી આપી છે કે પોલીસ સ્ટેશનમાં ઘટનાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.