દિલ્હી બ્લાસ્ટમાં પોતાના સ્વજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના, PM મોદીએ ઘટના દુ:ખ વ્યક્ત કર્યું

દિલ્હી વિસ્ફોટ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્તોને મદદ કરી રહ્યા છે. હું ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે."
જાણો સમગ્ર ઘટના
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. 6થી 7 વાહલનો આગની ઝપેટે આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટને પગલે PM મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ આ પછી દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ધડાકો સામાન્ય નથી: CP
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. આ અંગે દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે ધડાકો સામાન્ય નથી.
i20 કારમાં બ્લાસ્ટ થયો
દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું હતું કે ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઈની i20 કારમાં બ્લાસ્ટ થયો હતો.

