મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુસ્લિમોને અયોધ્યામાં રહેવાનો કોઈ અધિકાર નથી, ભાજપ નેતા વિનય કટિયારનું વિવાદાસ્પદ નિવેદન

'મુસ્લિમોએ શક્ય તેટલી વહેલી તકે અયોધ્યા છોડી દેવું જોઈએ. મંદિર નગરીમાં કોઈ મસ્જિદ બનાવવાન

મુસ્લિમોને અયોધ્યામાં રહેવાનો કોઈ અધિકાર નથી, ભાજપ નેતા વિનય કટિયારનું વિવાદાસ્પદ નિવેદન

'મુસ્લિમોએ શક્ય તેટલી વહેલી તકે અયોધ્યા છોડી દેવું જોઈએ. મંદિર નગરીમાં કોઈ મસ્જિદ બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં' તેવી વિવાદાસ્પદ ટિપ્પણી રામ મંદિર ચળવળ સાથે સંકળાયેલા ભાજપના નેતા અને પૂર્વ સાંસદ વિનય કટિયારે એક પત્રકાર પરિષદમાં કરી હતી.

મુસ્લિમોને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી 

કટિયારે કહ્યું કે બાબરી મસ્જિદની જગ્યાએ અયોધ્યામાં કોઈ મસ્જિદ કે અન્ય કોઈ મસ્જિદ બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અયોધ્યામાં રહેતા મુસ્લિમોને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. અમે તેમને અયોધ્યામાંથી બહાર કાઢીશું અને પછી ખૂબ જ ઉત્સાહથી દિવાળી ઉજવીશું. મુસ્લિમોને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી અને તેમણે જિલ્લો ખાલી કરીને સરયુ નદી પાર જવું જોઈએ.

કોણ છે વિનય કટિયાર?

વિનય કટિયાર રામ મંદિર ચળવળમાં એક મુખ્ય ચહેરો રહ્યા છે. બજરંગ દળના સંસ્થાપક તરીકે, તેમણે કાર સેવકોને ભેગા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં તેઓ ૩૨ આરોપીઓમાંના એક હતા, પરંતુ ૨૦૨૦માં સીબીઆઈની ખાસ કોર્ટે તેમને અને અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. તેમણે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

વર્ષ ૧૯૮૪માં વિનય કટિયારે રામ જન્મભૂમિ ચળવળને વેગ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) ની યુવા પાંખ બજરંગ દળની સ્થાપના કરી હતી. આ સંગઠને અયોધ્યામાં રામ મંદિર ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભાજપે ૧૯૯૧, ૧૯૯૬ અને ૧૯૯૯માં અયોધ્યા (તે સમયે ફૈઝાબાદ) થી કટિયારને ટિકિટ આપી હતી અને તેઓ સાંસદ બન્યા હતા. તેમણે ૨૦૦૬ થી ૨૦૧૨ અને ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી ભાજપ તરફથી રાજ્યસભા સાંસદ તરીકે પણ સેવા આપી હતી.

કટિયારનું મગજ નબળું પડી ગયું છે: સપા સાંસદ 

અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદે પણ કટિયારના નિવેદન પર ટિપ્પણી કરી છે. પ્રસાદે કહ્યું કે કટિયારનું મગજ નબળું પડી ગયું છે. આ દેશ કોઈ એક ધર્મના અનુયાયીઓનો નથી. આ દેશ અહીં રહેતા તમામ ધર્મના લોકોનો છે. 

આ સમાચાર શેર કરો