Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : More than 6 Naxalites killed in Bijapur, Chhattisgarh

છત્તીસગઢના બીજાપુરમાં 12 નક્સલીઓ ઠાર, અથડામણમાં 3 સૈનિકો શહીદ

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2025
લાઇવ ટીવીGoogle News
છત્તીસગઢના બીજાપુરમાં 12 નક્સલીઓ ઠાર, અથડામણમાં 3 સૈનિકો શહીદ
સોર્સ : GOOGLE

ભારતને નક્સલીઓથી મુક્ત કરાવવા માટે સુરક્ષા દળોએ પોતાનું ઓપરેશન ચાલુ રાખ્યું છે. દંતેવાડા અને બીજાપુરની સરહદને જોડતા ભૈરમગઢ વિસ્તારના કેશકુતુલના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે, જેમાં પોલીસે 12 માઓવાદીઓને ઠાર કર્યા છે. જોકે આ એન્કાઉન્ટરમાં DRGના ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

App Store

બસ્તર આઈજી સુંદરરાજ પટ્ટિલિંગમે કહ્યું કે, દંતેવાડાથી નીકળેલી ટીમે બીજાપુરની સરહદના કેશકુતુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. શહીદ થયેલા જવાનોમાં પ્રધાન આરક્ષક મોનુ વડાડી, આરક્ષક દુકારુ ગોંડે અને જવાન રમેશ સોડીનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી 6 માઓવાદીઓ માર્યા ગયા

દંતેવાડા ડીઆઈજી કમલોચન કશ્યપે જણાવ્યું હતું કે છેલ્લા 2 કલાકથી સૈનિકો અને નક્સલીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં છ માઓવાદીના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટરમાં બે ડીઆરજી સૈનિકો પણ શહીદ થયા છે. બિજાપુરના ગંગાલુર વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ છે. માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધવાની ધારણા છે. સૈનિકોએ મોટી સંખ્યામાં નક્સલીઓને ઘેરી લીધા છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.

છેલ્લા ઘણા કલાકોથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. પોલીસે ગંગાલુર વિસ્તારમાં નક્સલવાદીઓને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.

એન્કાઉન્ટર કેવી રીતે શરૂ થયું?
સુરક્ષા દળોને બીજાપુરના ગંગાલુર વિસ્તારના જંગલોમાં નક્સલવાદી પ્રવૃત્તિ વિશે માહિતી મળ્યા બાદ DRG, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંયુક્ત ટીમને આ વિસ્તારમાં મોકલવામાં આવી હતી. જોકે સુરક્ષા કર્મચારીઓને જોઈને નક્સલીઓએ ગોળીબાર કર્યો. આ બાદ સુરક્ષા દળોએ નક્સલીઓ સામે વળતો જવાબ આપ્યો.

આ વર્ષે કેટલા નક્સલવાદીઓ માર્યા ગયા?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી સાથે 2025ના વર્ષમાં છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા 268 પર પહોંચી ગઈ છે. આમાંથી બસ્તર ક્ષેત્રમાં 239 નક્સલીઓ માર્યા ગયા હતા, જેમાં બીજાપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાયપુર ક્ષેત્રના ગારિયાબંધમાં 27 નક્સલીઓ અને દુર્ગ ક્ષેત્રના મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લામાં બે નક્સલીઓ માર્યા ગયા હતા.

ટોપિક્સ:naxaliteschhattisgarhSENACRPFGSTV