મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં લઠ્ઠા કાંડમાં 15થી વધુના મોત, સરકારી ઠેકા પરથી જ દારૂ ખરીદવા પોલીસે કરી અપીલ

મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહ

મહારાષ્ટ્રમાં લઠ્ઠા કાંડમાં 15થી વધુના મોત, સરકારી ઠેકા પરથી જ દારૂ ખરીદવા પોલીસે કરી અપીલ
આ સમાચાર સાંભળો

મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. આ ઉપરાંત પોલીસ અને તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરાઈ છે કે, કોઈપણ અજાણી કે ગેરકાયદે જગ્યાએથી મળતા નશીલા પદાર્થોનું સેવન ના કરો. સરકારી ઠેકા પરથી જ દારૂ ખરીદવાનો આગ્રહ રાખો.  

એક જ પરિવારના બે સગા ભાઈઓ કાળનો કોળિયો બન્યા

આ ભયાનક લઠ્ઠાકાંડમાં પુણેના ફુગેવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહીં ઝેરી દારૂ પીવાના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓનું મોત થઈ ગયું છે. બંને ભાઈઓના ટૂંકા ગાળામાં જ ટપોટપ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસ તંત્ર એક્શનમાં એક શંકાસ્પદ કસ્ટડીમાં

ઝેરી દારૂના કારણે ટપોટપ મોતના કિસ્સા પ્રકાશમાં આવતા જ પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક મુખ્ય શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોણે બનાવ્યો અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો, તે આખા ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે અલગ-અલગ જગ્યાએ તપાસ તેજ કરી દીધી છે. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ અજાણી કે ગેરકાયદે જગ્યાએથી મળતા આવા નશીલા પદાર્થોનું સેવન ન કરે.

આ સમાચાર શેર કરો