Monsoon Session: સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર થશે શરૂ, વિપક્ષ આ મુદ્દે NDA સરકારને ઘેરશે

સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈ સોમવારથી શરૂ થશે. આ સત્ર દરમિયાન વિપક્ષ NEET પેપર લીક, રેલવે સુરક્ષા, મણિપુર હિંસા, અગ્નિવીર અને કાંવડયાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દાઓ પર NDA સરકારને ઘેરશે.
કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.
સંસદનું આ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે
સંસદનું આ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન સરકાર છ બિલ પણ રજૂ કરે તેવી અપેક્ષા છે. જેમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટમાં ફેરફાર કરવા માટેનું બિલ તેમજ જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. મંગળવારે રજૂ થનારા બજેટ પહેલા નાણામંત્રી સીતારમણ સોમવારે સંસદમાં આર્થિક સર્વે પણ રજૂ કરશે.
23 જુલાઈએ નાણામંત્રી બજેટ રજૂ કરશે
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન મોદીનું આ પ્રથમ બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે.

