ખેડૂતોને મોદી સરકારની દિવાળી ભેટ, ઘઉં-સરસવ સહિતના પાક પર MSP વધારવાનો નિર્ણય

મોદી કેબિનેટની બેઠકમાં કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓને 3 ટકા DA Hikeની ભેટ આપવામાં આવી છે તો બીજી તરફ ખેડૂતોને પણ મોદી સરકારે ભેટ આપી છે. કેન્દ્ર તરફથી રવિ સીઝનના પાકમાં MSPમાં વધારો કરવામાં આવ્યો છે. ઘઉંના પાક પર પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયા તો સરસવ પર 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટરનો વધારો કરવામાં આવ્યો છે.
આ પાક પર MSPમાં વધારો
કેબિનેટની બેઠકમાં રવિ પાકના MSPમાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે ખેડૂતો માટે પણ મોટી દિવાળી ભેટ છે. રિપોર્ટ અનુસાર, માર્કેટિંગ સીઝન 2025-26 માટે સરકારે રવિ પાક માટે નવા મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે MSP નક્કી કરવામાં આવ્યા છે. ઘઉંની MSPને 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 2,425 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, જે અત્યાર સુધી 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. સરસવ પર પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા MSP વધારવામાં આવી છે અને 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગઇ છે. આ રીતે ચણાના MSP 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને નિર્ણય લેવામાં આવ્યો છે અને નવી MSP 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગઇ છે જે પહેલા 5440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી.

