VIDEO: CWC બેઠકમાં રાહુલ-ખડગે વચ્ચે હળવી મજાક
સોર્સ : gstv
કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંગળવારે યોજાયેલી બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી, જેમાં પાર્ટીની આગામી કાર્યયોજના સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ચૂંટણી પંચ અને SIR જેવા મુદ્દાઓ પર ગંભીર રાજકીય ચર્ચા વચ્ચે બેઠકમાં થોડા સમય માટે હળવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે થયેલી હળવી વાતચીત પર નેતાઓ હસી પડ્યા હતા. ખડગેએ રાહુલ ગાંધીને સમર્થન આપતા કહ્યું હતું કે તેઓ તેમની પાછળ ચાલી રહ્યા છે, જેના જવાબમાં રાહુલ ગાંધીએ હળવા અંદાજમાં પૂછ્યું હતું કે, “ખૂબ પાછળ તો નથી ને?” ત્યારબાદ ખડગેએ કહ્યું હતું કે, “અમે તમારી સાથે ચાલી રહ્યા છીએ.” બેઠકમાં આ સંવાદ ચર્ચાનો હળવો પ્રસંગ બન્યો હતો.

