Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : MGNREGA Wage Hike

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, મનરેગાના વેતનમાં કર્યો વધારો

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, મનરેગાના વેતનમાં કર્યો વધારો

કેન્દ્ર સરકારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મજૂરી દરમાં 3થી 10 ટકાનો વધારો કર્યો છે. મનરેગાના વેતનમાં વધરાનું ગુરૂવારે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા વધારવામાં આવેલા મજૂરી દર નાણાકીય વર્ષ 2024-25 માટે છે. મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ,2024થી લાગુ થશે.

App Store

મનરેગા મજૂરીમાં થયેલો વધારો ચાલુ નાણાંકીય વર્ષ માટે કરવામાં આવેલા વધારાના સમાન જ છે. નોટિફિકેશન અનુસાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2023-24ની તુલનામાં 2024-25 માટે મજૂરી દરમાં સૌથી ઓછા 3 ટકાનો વધારો થયો છે. ગોવામાં સૌથી વધુ મજૂરી વધારવામાં આવી છે. અહીં મનરેગાની મજૂરી દરમાં 10.6 ટકાનો વધારો થયો છે. સરકાર તરફથી દરમાં એવા સમયે વધારો કરવામાં આવ્યો છે જ્યારે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાંથી ફંડ રોકવા પર વિવાદ ચાલી રહ્યો હતો.

ક્યા રાજ્યમાં કેટલું વેતન વધારવામાં આવ્યું

આંધ્ર પ્રદેશમાં 300, અરૂણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે.

MGNREGA નોટિફિકેશન માટે માંગવામાં આવી ચૂંટણી પંચની પરવાનગી

ગ્રામીણ વિકાસ મંત્રાલયે મજૂરી દરમાં નોટિફિકેશન કર્યા પહેલા ચૂંટણી પંચ પાસે તેની પરવાનગી માંગી હતી. મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે. એક વખત જ્યારે ચૂંટણી પંચની લીલી ઝંડી મળી તો ગ્રામીણ વિકાસ મંત્રાલયે મજૂરીનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે મજૂરી દરમાં બદલાવ કરવો એક નિયમિત પ્રક્રિયા છે.

સંસદમાં આપવામાં આવ્યા હતા મજૂરી વધારવાના સંકેત

આ વર્ષે સંસદમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પર સંસદીય સ્થાયી સમિતિએ રાજ્યમાં મનરેગા મજૂરી દરને ઓછી-વધારે થવાની જાણકારી આપી હતી. સમિતિનું કહેવું હતું કે અત્યારે જે મજૂરી આપવામાં આવી રહી છે તે પુરતી નથી. જો વર્તમાનમાં રહેવા-ખાવાનો ખર્ચ જોઇએ તો તેના માટે મજૂરી દર ઓછા છે.

શું છે મનરેગા?

ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મનરેગા કાર્યક્રમની શરૂઆત 2005માં કરવામાં આવી હતી, જેની ગણના વિશ્વની સૌથી મોટી રોજગાર ગેરંટી યોજનામાંથી એક તરીકે થાય છે. આ યોજના હેઠળ સરકારે એક ન્યૂનતમ વેતન નક્કી થયું છે, જેના પર ગ્રામીણ વિસ્તારમાં લોકોને કામ પર રાખવામાં આવે છે. મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઇને નાળા બનાવવાનું કામ સામેલ છે.આ યોજના હેઠળ એક વર્ષમાં 100 દિવસની રોજગારની ગેરંટી મળે છે.