VIDEO: મેટા સરકારના દબાણમાં આવીને પોસ્ટ પ્રતિબંધિત કરી રહી છે: કોકરોચ જનતા પાર્ટીના નેતાઓના ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને અભિજીત દીપકકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે સરકારની ટીકા કરતી અને જાહેરહિતના મુદ્દા ઉઠાવતી તેમની પોસ્ટને મેટા દ્વારા અન્યાયી રીતે પ્રતિબંધિત કરવામાં આવી રહી છે અને દૂર કરવામાં આવી છે….એક્સ પર આ મુદ્દો ઉઠાવતા નેતાઓએ જણાવ્યું કે કોઈપણ સમુદાય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ન થયા છતાં માત્ર સત્તાવાળાઓને સવાલ પૂછવા બદલ તેમના એકાઉન્ટ દબાવવામાં આવી રહ્યા છે. તેમણે મેટાને સરકારના દબાણ સામે ન ઝૂકવા અને વાણી સ્વાતંત્ર્ય જાળવી રાખવા અપીલ કરી છે.

