Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Meeting with US officials on India-US trade deal successful

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે US અધિકારીઓ સાથેની બેઠક સફળ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આપ્યા ખુશખબર !

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે US અધિકારીઓ સાથેની બેઠક સફળ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આપ્યા ખુશખબર !
સોર્સ : google

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ખુશખબરી આપી છે. તેમણે અમેરિકન વાણિજ્ય સચિવ હૉવર્ડ લટનિક અને ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોર સાથે મુલાકાત કરી છે. ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમેરિકાના બે મોટા અધિકારીઓ સાથે ગુરુવારે (26 ફેબ્રુઆરી) યોજીયેલી બેઠકો ફોટો શેર કર્યો છે અને કહ્યું કે, બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને લઈને સફળ ચર્ચા થઈ છે.

App Store

USમાં ટેરિફ ઘમાસાણ બાદ યોજાઈ બેઠક

પીયૂષ ગોયલે (Piyush Goyal) દ્વિપક્ષીય આર્થિક સહયોગને વધારવાની દિશામાં યોજાયેલી બેઠકને એક સકારાત્મક પગલું ગણાવ્યું છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘લટનિક અને સર્જિયો ગોરની મહેમાનગતિ કરી. આ દરમિયાન તેમની સાથે વેપાર અને આર્થિક ભાગીદારીને વધારવા અંગે સફળ ચર્ચા થઈ છે.’ ઉલ્લેખનીય છે કે, અમેરિકન સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઝિંકેલા રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ગણાવીને રદ કરી દીધો છે, જેના કારણે ટ્રમ્પે ભડકીને વિશ્વ પર 15 ટકા ટેરિફ ઝિંકી દીધો છે. આ ઘટનાક્રમ વચ્ચે ગોયલે આ બેઠકને મહત્ત્વપૂર્ણ અને સફળ ગણાવી છે.

ટ્રેડ ડીલ પૂરી કરવા પર મંથન

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ અમેરિકામાં ટેરિફ મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે, વેપાર પરિસ્થિતિઓમાં ફેરફારો થઈ રહ્યા છે, તેમ છતાં ભારત અને અમેરિકા વેપાર સમજૂતી પુરી કરવાની બાબતને પ્રાથમિકતા આપી રહ્યા છે. હાલ બંને દેશો વેપાર સમજૂતીના લીગલ ડ્રાફ્ટની સમીક્ષા કરી રહ્યા છે. ટ્રેડ ડીલ અંગેની ચર્ચાઓમાં રોકાણ કરવા માટે નવા સેક્ટરોની ઓળખથી લઈને વર્તમાન સમસ્યાઓ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને આપ્યો હતો મોટો ઝટકો

ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યા પછી નેશનલ ઈમર્જન્સી પાવર ઍક્ટ હેઠળ દુનિયાના લગભગ બધા દેશો પર 'રેસિપ્રોકલ' ટૅરિફનું શસ્ત્ર ઉગામીને આખા વિશ્વને હચમચાવી નાંખ્યું હતું. પરંતુ હવે એક વર્ષ પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી) આદેશ આપ્યો છે કે, અમેરિકન બંધારણમાં ટૅરિફ નાંખવાનો અધિકાર માત્ર સંસદને અપાયેલો છે. પ્રમુખ ટ્રમ્પને ટૅરિફ નાંખવાનો કોઈ કાયદાકીય અધિકાર જ નથી. આથી, ટ્રમ્પે દુનિયાના દેશો પર નાંખેલા રેસિપ્રોકલ સહિતના ટૅરિફ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 6-3ની બહુમતીથી આ ચૂકાદો આપતા ટ્રમ્પની આક્રમક વિદેશ અને વેપાર નીતિને મોટો ફટકો પહોંચાડયો છે. જોકે, ટ્રમ્પે ટૅરિફ મારફત દુનિયાભરમાંથી ડિસેમ્બર 2025 સુધીમાં 133 અબજ ડૉલર અમેરિકાના ખજાનામાં ઠાલવ્યા છે. આ રકમ કંપનીઓને રિફંડ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કોઈ ફોડ પાડયો નથી. બીજીબાજુ અમેરિકાના નાના ઉદ્યોગોએ ઝડપથી રિફંડ મળવાની આશા વ્યક્ત કરી છે. આ ચુકાદાથી અમેરિકાના આયાતકારોને લાભ થયો છે.
 
સુપ્રીમ કોર્ટનો ચુકાદો છતાં ટ્રમ્પે 15 ટકા ગ્લોબલ ટૅરિફ ઝિંક્યો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પે દુનિયા પર નાંખેલા ટૅરિફને ગેરકાયદે ઠેરવતા અમેરિકન આયાતકારો અને વિશ્વને ટ્રમ્પના ટૅરિફની ચુંગાલમાંથી છુટવાની રાહત મળશે તેવી આશા જાગી હતી. પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ તુરંત જ પ્રમુખ ટ્રમ્પે 10 ટકા ગ્લોબલ ટૅરિફ (Global Tariff) ઝીંકી બધાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ ઓછું હોય તેમ જાહેરાત કર્યાના થોડા જ કલાકોમાં ટ્રમ્પે ગ્લોબલ ટૅરિફ વધારીને 15 ટકા કરી નાખ્યો હતો. સુપ્રીમના આદેશ છતાં ટ્રમ્પે કહ્યું કે, કશું જ બદલાયું નથી. ભારતે ટૅરિફ આપવો જ પડશે અને અમેરિકા ટૅરિફ નહીં જ આપે. હું જે ઇચ્છું તે કરી શકું છું. જોકે, ભારત માટે રાહત વાત એ છે કે અમેરિકા સાથે વેપાર સોદામાં લગાવાયેલો 18 ટકા ટૅરિફ હવે 15 ટકા થઈ ગયો છે.

ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ કેટલે સુધી પહોંચી?

ટેરિફ મામલે ભારત-અમેરિકા વચ્ચે અનેક તબક્કામાં બેઠકોનો દોર યોજાઈ ગયો છે, જેમાં વાતચીત બનતી અને બગડતી રહી છે. અમેરિકાએ એપ્રિલ-2025માં ભારત પર 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ-2025માં રશિયા સાથે તેલ ખરીદવા મામલે ટ્રમ્પે નારાજ થઈને વધુ 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો. એટલે આ ટેરિફ કુલ 50 ટકા થઈ ગયો હતો. ત્યારબાદ બેઠકો પર બેઠકો યોજાઈ, જેમાં ફેબ્રુઆરી-2026માં મામલે થાડે પડ્યો અને ટ્રમ્પે ડીલ પર સંમત થઈ હોવાનું નિવેદન આપીને ભારત ઝિંકેલો ટેરિફ 18 ટકા કરવાની જાહેરાત કરી. ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક તૈયાર થઈ ગયું છે, માત્ર તેને અંતિમરૂપ આપવાનું બાકી છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી કરવાના પહેલા તબક્કામાં હસ્તાક્ષર કરવાની અને તેને લાગુ કરવા કાયદાકીય દસ્તાવેજ બનાવવો જરૂરી છે.