પતિ નપુંસક.. પુત્ર પેદા કરવા જેઠ સાથે સંબંધ બનાવવાનું દબાણ; માયાવતીની ભત્રીજીએ નોંધાવી ફરિયાદ
બસપાના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની ભત્રીજીએ પોતાના સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભત્રીજ

બસપાના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની ભત્રીજીએ પોતાના સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભત્રીજીએ આરોપ લગાવ્યો છે કે પતિ નપુંસક છે અને પુત્ર પ્રાપ્તિ માટે જેઠ સાથે શારીરિક સંબંધ બનાવવા દબાણ કરવામાં આવે છે. આરોપ છે કે તેના જેઠ અને સસરાએ પણ તેની સાથે મારઝૂડ કરીને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીની ભત્રીજીએ તેમના સાસુ, હાપુડ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ પુષ્પા દેવી, સસરા શ્રીપાલ સિંહ સહિત સાત લોકો સામે દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે આરોપીઓ દહેજમાં ૫૦ લાખ રૂપિયા અને ઇન્દિરાપુરમમાં ફ્લેટની માંગ કરી રહ્યા હતા. કેસ નોંધાયા બાદ બસપા જિલ્લા પ્રમુખ ડૉ. એકે કર્દમે આરોપી દંપતી અને તેમના પુત્રને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પીડિતાએ નોંધાવેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે 9 નવેમ્બર, 2023 ના રોજ તેના લગ્ન રામલીલા ગ્રાઉન્ડ નજીક બેંક કોલોનીમાં રહેતી પુષ્પા દેવીના પુત્ર વિશાલ સાથે થયા હતા.
આરોપ છે કે, આરોપી તેની ફોઈ માયાવતી બહુજન સમાજ પાર્ટીના વડા હોવાના નાતે તેને ધમકાવી રહ્યો હતો. આરોપીએ કહ્યું કે તારા પિતા પાસે ઘણાં પૈસા છે. તો મને એક ફ્લેટ અને ૫૦ લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. પરંતુ જ્યારે તેણીએ વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ તેને માર મારવાનું શરૂ કર્યું. આરોપીઓ ધમકી આપતા હતા કે, જો કોઈ આ અંગે ફરિયાદ કરશે તો તેમની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવશે.
પીડિતાએ FIRમાં તેના પતિ, સસરા અને જેઠ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેણીએ કહ્યું છે કે લગ્ન પહેલા તેનો પતિ પોતાનું શરીર બનાવવા માટે સ્ટીરોઈડના ઇન્જેક્શન લેતો હતો, જેના કારણે તે નપુંસક બની ગયો હતો. એટલા માટે તે એનાથી અલગ રહેવા લાગ્યો. બાળક માટે સાસરિયાવાળાએ તેના જેઠ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કર્યું.
૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ ની રાત્રે તેના જેઠ ભૂપેન્દ્ર ઉર્ફે મોનુ અને સસરા શ્રીપાલ સિંહે તેને નિર્દયતાથી માર માર્યો. આરોપીએ તેની સાથે બળાત્કાર કરવાનો પણ પ્રયાસ કર્યો. ૧૮ માર્ચ, ૨૦૨૫એ તેણીએ તેના પરિવારજનોને આપવીતિ જણાવતા પરિવારના લોકો સાસરિયે આવી ગયા.
પીડિતાનો આરોપ છે કે 17 માર્ચે બનેલી ઘટના બાદ તે તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ, પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડી. ૨૧ માર્ચે તેમણે એસપીને ફરિયાદ કરી. પરંતુ આ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતા ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા. સીઓ જિતેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ પર તમામ આરોપીઓ સામે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પુષ્પા દેવી અને શ્રીપાલને બસપામાંથી હાંકી કાઢવામાં આવ્યા
આ ઘટના બાદ ગુરુવારે સાંજે બસપાના જિલ્લા પ્રમુખ ડૉ. એકે કર્દમે બસપા સુપ્રીમોના આદેશને અનુસરીને પુષ્પા દેવી, શ્રીપાલ અને પુત્ર વિશાલને બસપામાંથી હાંકી કાઢ્યા. આ ઘટના રાજકીય ક્ષેત્રમાં પણ ચર્ચાનો વિષય બની રહી છે. પુષ્પા દેવીએ બસપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેમના પતિ શ્રીપાલ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત હતા.








