Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive protest against alleged anti-farmer policies of Punjab government.

VIDEO: પંજાબ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ સામે જોરદાર વિરોધ પ્રદર્શન..

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંજાબમાં સતત વધી રહેલી મોંઘવારી, રાજ્ય સરકારની નવી ખાતર નીતિ અને વીજ વિભાગના કર્મચારીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જ વિરુદ્ધ આજે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ ખેડૂત સંગઠનોના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રિત થઈને પંજાબ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્રોશિત ખેડૂતોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધના ભાગરૂપે ખેડૂતોએ પંજાબ સરકારનું પૂતળું ફૂંકી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ માંગ કરી હતી કે ખાતરના ભાવમાં કરવામાં આવેલો વધારો પાછો ખેંચવામાં આવે અને વીજકર્મીઓ પર થયેલા લાઠીચાર્જની ઉચ્ચસ્તરીય તપાસ થાય. આ આંદોલનને કારણે શહેરના ટ્રાફિક વ્યવસ્થામાં પણ અસર જોવા મળી હતી. ખેડૂત નેતાઓએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

App Store
ટોપિક્સ:gstvgstv newspunjabfarmer protest