VIDEO: શ્રીનગરના બરબરશાહ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી, એક મકાન બળીને ખાખ
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરના બરબરશાહ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આ આગની દુર્ઘટનામાં એક રહેણાંક મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે અને સંપત્તિનું ભારે નુકસાન થયું છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સમયસર ફાયર વિભાગની કામગીરીને કારણે આસપાસના ગીચ વિસ્તારોમાં આગ ફેલાતી અટકાવી શકાઈ હતી. સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી. સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

