Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive blast at Nowgam police station, 7 dead, more than 30 injured

દિલ્હી બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 30થી વધુ ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દિલ્હી બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 30થી વધુ ઘાયલ
સોર્સ : GSTV

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે જમ્મુ-કાશ્મીરના દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન ખાતે શુક્રવારે રાતે એવી ઘટના બની જેની કલ્પના પણ નહોતી કરી. અહીં એક એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને ધડાકાનો અવાજ લગભગ અનેક કિ.મી. સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં સાત લોકોના મોતના અહેવાલ છે. 

App Store

પોલીસ સ્ટેશનની ઈમારતને નુકસાન 

આ પ્રચંડ બ્લાસ્ટને કારણે પોલીસ સ્ટેશનની ઈમારતને પણ મોટું નુકસાન થયું હતું અને ત્યાં આસપાસ ઊભેલા વાહનો પણ સળગી ગયા હતા. લગભગ 300 ફૂટ સુધીના વિસ્તારમાં માનવઅંગો ફેલાઈ ગયા હતા.  આ દૃશ્ય જોતા જ આત્મા ધ્રૂજી ઊઠ્યો હતો. 

ક્યારે થયો વિસ્ફોટ 

શુક્રવારે રાતે લગભગ 11:22 વાગ્યે થયેલા વિસ્તારોમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે અને 30થી વધુ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે જેમાં અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. કાટમાળમાં હજુ ઘણાં લોકો દટાયેલા હોવાની પણ આશંકા છે. 

ઘટના ભયાનક હતી 

સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર આ વિસ્ફોટની તીવ્રતા એટલી ખતરનાક હતી કે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઊડ્યા હતા. એના પછી એક પછી એક નાના-મોટા વિસ્ફોટને કારણે રાહત બચાવ ટુકડીને અંદર સુધી પ્રવેશ કરવામાં લગભગ એક કલાકથી વધુ સમય લાગી ગયો હતો.