Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Many areas of the city were flooded due to torrential rains in Prayagraj

VIDEO: પ્રયાગરાજમાં ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં હવામાનમાં અચાનક આવેલ પલટા બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કાળઝાળ ગરમી અને બફારાથી હેરાન થતા સ્થાનિક રહીશોને આ વરસાદના કારણે મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને લીધે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર પર વિપરીત અસર પડી હતી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાંક સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને પાણીના નિકાલ માટેની કામગીરી ઝડપી બનાવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News