Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Manmohan Singh lived in this street of Amritsar after coming from Pakistan

VIDEO : પાકિસ્તાનથી આવ્યા બાદ અમૃતસરની આ ગલીમાં રહેતા હતા મનમોહન સિંહ, 80 વર્ષ પહેલા અહીં હતું ઘર

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO : પાકિસ્તાનથી આવ્યા બાદ અમૃતસરની આ ગલીમાં રહેતા હતા મનમોહન સિંહ, 80 વર્ષ પહેલા અહીં હતું ઘર

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની AIIMSમાં નિધન થયું છે. દેશના આર્થિક વિકાસમાં મનમોહન સિંહના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. તેમના નિધનથી દેશભરમાં શોકની લહેર છે. તેમજ પંજાબના અમૃતસરમાં જ્યાં તેમનું જૂનું ઘર હતું, ત્યાં પણ લોકો પૂર્વ પીએમને યાદ કરી રહ્યા છે.

App Store

મનમોહન સિંહના અમૃતસરના ઘરની તસવીરો સામે આવી છે. પાકિસ્તાનથી આવ્યા બાદ મનમોહન સિંહનો પરિવાર અમૃતસરની એક ગલીમાં સ્થાયી થયો અને ત્યાં પોતાનું ઘર બનાવ્યું. નજીકમાં એક શાળા હતી, જ્યાં તેઓ ભણતા હતા. એક સ્થાનિકે ન્યૂઝ એજન્સીએ કહ્યું, "આ મનમોહન સિંહની જૂની જગ્યા છે, જ્યાં તેઓ લગભગ 70-80 વર્ષ પહેલા બાળપણમાં રહેતા હતા. નજીકમાં એક સ્કૂલ હતી જ્યાં તેઓ ભણતા હતા. જ્યારે તેઓ સાંસદ બન્યા હતા. ત્યારે એકવાર અહીં આવ્યાં હતાં, તેમની જૂની જગ્યા અને યાદો આપીને ચાલ્યા ગયાં."

'આપણા વડાપ્રધાન ગયા'

અહીં રહેતા લોકોનું કહેવું છે કે તેમને મનમોહન સિંહના નિધનની જાણ મોડેથી થઈ હતી. ત્યારથી અહીં રહેતા દરેક લોકો દુખી છે. મનમોહન સિંહ અમૃતસરમાંથી બહાર આવ્યા અને દેશના વડાપ્રધાન બન્યા. લોકો કહે છે કે અમારા મંત્રી ગયા એ વિચારીને અમને બહુ દુઃખ થાય છે.

મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ  બ્રિટિશ ભારતના પંજાબમાં થયો હતો, જે આજે પાકિસ્તાનનો એક ભાગ છે. તેમનું પ્રારંભિક શિક્ષણ ઉર્દૂ માધ્યમની શાળામાં થયું હતું. વિભાજન પછી મનમોહન સિંહનો પરિવાર હલ્દવાની આવ્યો અને પછી 1948 પછી તેઓ અમૃતસરમાં સ્થાયી થયા, જ્યાં તેમણે હિન્દુ કૉલેજમાં અભ્યાસ કર્યો હતોં.