VIDEO: બિહારમાં કોસી નદીમાં મોટી દુર્ઘટના! 22 લોકો સહિત બોટ પલટી: 21નો ચમત્કારિક બચાવ, એક લાપતા
સોર્સ : gstv
બિહારના ભાગલપુર જિલ્લા હેઠળ આવતા નૌગછિયા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કોસી નદીના રાઘોપુર તટબંધ (એમ્બેંકમેન્ટ) પર પૂર નિયંત્રણ અને સુરક્ષા કામગીરીમાં જોડાયેલા મજૂરોને લઈ જતી એક બોટ અચાનક નદીમાં પલટી ગઈ હતી. બોટ દુર્ઘટનાનો ભોગ બની ત્યારે તેમાં કુલ 22 મજૂરો સવાર હતા.
બિહારના ભાગલપુર જિલ્લાના નૌગછિયા સ્થિત રાઘોપુર તટબંધ નજીક કોસી નદીમાં બોટ ડુબવાની ઘટના બની છે. બોટમાં સવાર તમામ 22 મજૂરો પૂર સામેની સુરક્ષા કામગીરી (ફ્લડ ફાઇટિંગ)માં તૈનાત હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. SDRFની ટીમે સમયસર કાર્યવાહી કરીને 21 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે, જ્યારે હજુ પણ 1 મજૂર લાપતા હોવાથી તેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

