VIDEO: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: યુપીઆઈ વ્યવહારો પર એમડીઆર ચાર્જ સામે વચગાળાનો સ્ટે આપવાનો સુપ્રીમનો ઈન્કાર
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે 2 હજાર રૂપિયાથી વધુના ચોક્કસ યુપીઆઈ પર્સન-ટુ-મર્ચન્ટ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણયથી આગામી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬થી નવી વ્યવસ્થાના અમલીકરણનો રસ્તો ખુલ્લો રહ્યો છે. એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોર્ટે સરકાર પાસે નવા ચાર્જિસનો આધાર અને સ્વરૂપ સ્પષ્ટ કરતું સોગંદનામું માંગ્યું છે. બેંચે આ વસૂલાત પાછળના કારોબારી અધિકારક્ષેત્ર અને તેના કાનૂની સ્વરૂપ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

