VIDEO: સોના-ચાંદીના આયાત પર GST છૂટ અંગે મોટો નિર્ણય
સોના-ચાંદીના આયાતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલમાં સોનું, ચાંદી અને પ્લેટિનમના સામાન્ય આયાત પર 3 ટકા IGST વસૂલવામાં આવે છે, જ્યારે બેંકો અને સરકાર દ્વારા નિર્ધારિત એજન્સીઓને આ ટેક્સમાંથી છૂટ મળે છે. હવે આ છૂટ પાછી ખેંચવાની ભલામણ કરવામાં આવી છે અને અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે. આ ફેરફારનો હેતુ બેંકો, બુલિયન એક્સચેન્જ અને અન્ય આયાતકારો વચ્ચે કરમાં સમાનતા લાવવાનો તેમજ બિનજરૂરી કિંમતી ધાતુઓની આયાતને નિયંત્રિત કરવાનો છે. જો પ્રસ્તાવને મંજૂરી મળે તો બેંકોને પણ આયાત સમયે 3 ટકા IGST ચૂકવવો પડશે. જોકે આ ફેરફારથી ગ્રાહકો માટે સોના-ચાંદીની જ્વેલરી મોંઘી કે સસ્તી થશે કે નહીં, તે બજારની અન્ય સ્થિતિ અને ટેક્સ વ્યવસ્થાના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે. જોકે અંતિમ ગ્રાહક માટે કુલ 3 ટકા ટેક્સ દરમાં ફેરફાર નહીં થાય, તેથી છૂટ રદ થવાથી રિટેલ બજારમાં ગ્રાહકો માટે કિંમતો વધવાની શક્યતા નથી.

