VIDEO: વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય: સગીર બાળકોના પાસપોર્ટની વેલિડિટી અંગે નવા નિયમો જાહેર કરાયા
સોર્સ : gstv
વિદેશ મંત્રાલયે પાસપોર્ટ નિયમ 1980માં સુધારો કરીને મહત્વની જાહેરાત કરી છે. નવા નિયમ મુજબ ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકને અપાતો ૩૬ પાનાનો સામાન્ય પાસપોર્ટ હવે ૫ વર્ષ માટે અથવા બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી જે વહેલું હોય માન્ય રહેશે….૧ જુલાઈથી પાસપોર્ટની તમામ સેવાઓ માટે ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય શ્રેણીમાં ૩૬ પાનાના પાસપોર્ટની ફી ૧,૫૦૦ રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા અને ૬૦ પાનાના પાસપોર્ટની ફી ૨,૦૦૦ રૂપિયાથી વધારીને ૩,૫૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફારોથી અરજદારોને પાસપોર્ટ પ્રક્રિયામાં વધુ સ્પષ્ટતા મળશે.

