Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major accident near Nepal border, 13 people killed as bus full of pilgrims falls into deep gorge

નેપાળ સરહદ પાસે દુર્ઘટના, જાનૈયાઓથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતાં 13 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
નેપાળ સરહદ પાસે દુર્ઘટના, જાનૈયાઓથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતાં 13 લોકોના મોત
સોર્સ : GSTV

ભારતીય સરહદને અડીને આવેલા નેપાળના બેતડીમાં બેતડીથી બજાંગ જઈ રહેલી જાનની બસ અકસ્માતનો ભોગ બની છે. આ દુર્ઘટનામાં 13 જાનૈયાઓના મોત થયા છે, જ્યારે 34 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

App Store

ગુરુવારે રાત્રે બેતડીના પુરચૂંણી નગરપાલિકાના સાત ભવને ગામથી કન્યાને લઈને બજાંગના સુનકુડા જઈ રહેલી બસ પુરચૂંણીના બડગાંવ મોડ પર અનિયંત્રિત થઈને 150 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જિલ્લા પોલીસ કાર્યાલય બેતડીના પોલીસ પ્રવક્તા ઇન્સ્પેક્ટર બલદેવ બડૂએ જણાવ્યું કે, રાત્રિના સમયે નેપાળ એપીએફ (APF), પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

 13 વર્ષના નિર્દોષ બાળકનું પણ મોત

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં બજાંગ બિત્થડ ચીર ગામના રહેવાસી કેશવ રાજ જોશી (40), અશોક રાજ જોશી (13), બસંત રાજ જોશી (35), બિષ્ણુ દત્ત જોશી (41), નરેશ રાજ જોશી (42), બિશન દત્ત જોશી (17), દીપક જોશી (28), કિશન જોશી (46), બજાંગ કેદારસ્યુ ગામના મોહન દેવ ભટ્ટ (60), કેશવ ભટ્ટ (27), બજાંગ જય પૃથ્વી નગરપાલિકાના બસંત રાજ રતલા (40), બેતડી પુરચૂંણી નગરપાલિકાના પુષ્પા અવસ્થી (40) અને સુશીલ જોશીનો સમાવેશ થાય છે.

જિલ્લા પોલીસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, બસ અકસ્માતમાં છ જાનૈયાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પાંચ જાનૈયાઓના ડડેલધુરા હોસ્પિટલમાં અને બેના કોટિલા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

બસમાં ક્ષમતા કરતા વધુ સંખ્યામાં જાનૈયાઓ સવાર હતા. ચઢાણ દરમિયાન બસ ચઢી શકી નહીં અને પાછળ તરફ સરકીને અકસ્માત સર્જાયો હતો. હાલમાં 25 ઘાયલ જાનૈયાઓને ડડેલધુરા હોસ્પિટલ અને 5 ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે ધનગઢી મોકલવામાં આવ્યા છે.

ટોપિક્સ:uttarakhand newsgstv news