Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major accident averted for Air India plane at Bengaluru airport

બેંગલુરુ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનની મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ વખતે રન-વે સાથે અથડાયો પ્લેનનો પાછળનો ભાગ!

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
બેંગલુરુ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનની મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ વખતે રન-વે સાથે અથડાયો પ્લેનનો પાછળનો ભાગ!
સોર્સ : gstv

બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. એરલાઈન્સે ગુરુવારે કહ્યું કે, દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ રહી હતી, ત્યારે પ્લેનની ટેલ સ્ટ્રાઈક (પાછળનો ભાગ) રન-વે સાથે અથડાઈ હતી.

App Store

તમામ પ્રવાસીઓ અને ક્રૂડ સભ્યો સુરક્ષિત

એરલાઈન્સે કહ્યું કે, 21 મેના રોજ દિલ્હીથી બેંગલુરુ પહોંચેલી AI2651 નંબરની ફ્લાઈટની ટેલ સ્ટ્રાઈક લેન્ડિંગ વખતે રન-વે સાથે અથડાઈ હતી, જોકે પાયલટની સમસૂચકતાના કારણે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને 181 પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઘટના બાદ વિમાનની સંપૂર્ણ તપાસ કરવા માટે ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, નિયમો મુજબ ઘટનાની તપાસ કરવામાં આવશે.

બેંગલુરુથી દિલ્હી જનારી ફ્લાઈટ કેન્સલ

એરલાઈન્સે એવું પણ કહ્યું કે, ઘટના બાદ બેંગલુરુથી દિલ્હી જનારી AI2652 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અમારી ટીમ તથા બેંગલુરુ ગ્રાઉન્ડ ટીમ નુકસાનગ્રસ્ત ફ્લાઈટના પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એરલાઈન્સે કહ્યું કે, અમારી ટીમ ફ્લાઈટની સમસ્યા નિવારવા માટે, સુચારુરુપે ઓપરેશન ચલાવવા માટે અને પ્રવાસીઓને સુરક્ષા માટે તમામ પ્રયાસો કરી રહી છે. મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પાયલોટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે, નહીં તો 181 પ્રવાસીઓનો જીવ જોખમમાં મુકાયો હોત.