Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mahakumbh Fire Again

મહાકુંભમાં ફરી લાગી આગ, કેટલાક પંડાલ સળગ્યા

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2025
લાઇવ ટીવીGoogle News
પ્રયાગરાજ મહાકુંભમાં સેક્ટર-22માં આગ લાગી છે જેમાં કેટલાક પંડાલ સળગીને ખાક થઇ ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
App Store
 
મહાકુંભમાં ફરી લાગી આગ

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડના બીજા દિવસે ગુરૂવારે આગ લાગી છે. સેક્ટર-22માં કેટલાક પંડાલ સળગી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે.જ્યાં આગ લાગી છે ત્યા વધારે પબ્લિક નહતી માટે કોઇ જાનહાનિના સમાચાર નથી. સીનિયર અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.જોકે, આ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.

ભાગદોડમાં 30થી વધુ લોકોના થયા હતા મોત

મહાકુંભમાં મૌની અમાવસ્યાના પ્રસંગે ભાગદોડ મચી હતી જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા. 

19 જાન્યુઆરીએ પણ લાગી હતી આગ

મહાકુંભના મેળામાં 19 જાન્યુઆરીએ પણ સેક્ટર-19માં ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી હતી. ગીતા પ્રેસના 180 કોટેજ આગમાં સળગી ગયા હતા. 

મહાકુંભ તંત્ર અનુસાર, ગીતા પ્રેસના રસોડામાં નાના સિલિન્ડરથી ચા બનાવતા સમયે ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી. આગ લાગતા રસોઇમાં રાખેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહતી.