Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mahakal temple caught fire during bhasma aarti while sprinkling gulal, 13 people including chief priest got burnt

ઉજ્જૈન: મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમ્યાન ગુલાલ છાંટતા જ આગ લાગી, મુખ્ય પૂજારી સહિત 13 લોકો દાઝ્યા

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ઉજ્જૈન: મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમ્યાન ગુલાલ છાંટતા જ આગ લાગી, મુખ્ય પૂજારી સહિત 13 લોકો દાઝ્યા

મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન મોટો અકસ્માત થયો હતો. આરતી વખતે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. સાથે જ ગુલાલ ઉડાડતા જ આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં મુખ્ય પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા, જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

App Store

આગમાં મુખ્ય પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા

ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું કે ભસ્મ આરતી વખતે પણ ગુલાલનો ઉપયોગ કરવામાં આવે છે. ભસ્મ આરતી દરમિયાન આજે ગર્ભગૃહની અંદર કપૂર સળગાવવામાં આવ્યું હતું, જેના કારણે અંદર હાજર 13 પૂજારીઓ દાઝી ગયા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ત્યાં કોઈ ઊંડા ઘા નથી,  ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે. મંદિરમાં દર્શન સરળતાથી ચાલી રહ્યા છે. મંદિરમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી.