VIDEO: લખનૌ આરએલડી વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના લખનૌમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ દ્વારા રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ના નેતા સામે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનથી રોષે ભરાયેલા આરએલડીના વિદ્યાર્થી પાંખના કાર્યકરોએ ભારે વરસાદ વચ્ચે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ અખિલેશ યાદવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમનું પુતળું દહન કર્યું હતું અને તેમની ભાષા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને હઝરતગંજ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, કારણ કે ખરાબ હવામાન અને વરસાદની વચ્ચે પણ મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજકીય ગરમાવો વધી ગયો હતો.

