VIDEO: HMT ઘડિયાળ માટે લાંબી કતારો
સોર્સ : gstv
કર્ણાટકના બેંગલુરુમાં HMT વોચ મ્યુઝિયમ ખાતે સ્વતંત્રતા દિવસની લિમિટેડ એડિશન ઘડિયાળો ખરીદવા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. દેશભક્તિની થીમ સાથે રજૂ કરાયેલી ખાસ આવૃત્તિની ઘડિયાળોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘડિયાળ ખરીદવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મ્યુઝિયમ ખાતે પહોંચ્યા હતા. HMT બેંગલુરુ યુનિટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રમેશ કુમાર તથા HMT બેંગલુરુના જનરલ મેનેજર જે.કે. પ્રસાદે લિમિટેડ એડિશન ઘડિયાળ અંગે માહિતી આપી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે રજૂ કરાયેલી આ ખાસ ઘડિયાળોને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

