Lok Sabha Election 2024: કોણ છે દેશના સૌથી અમીર સાંસદ? 5 વર્ષમાં કેટલી વધી સંપત્તિ

લોકસભા ચૂંટણી 2024 હેઠળ પ્રથમ તબક્કાના મતદાન માટે નોમિનેશન દાખલ કરવાનો અંતિમ દિવસ હતો. મહત્ત્વપૂર્ણ છે કે નોમિનેશનની સાથે સોગંદનામુ દાખલ કરીને ઉમેદવારોને આવકનો અહેવાલ સહિત તમામ જાણકારી આપવી પડે છે.
પ્રથમ તબક્કામાં અત્યાર સુધી દાખલ કરવામાં આવેલા નોમિનેશનમાં એક ઉમેદવાર પોતાની સંપત્તિને લઇને ચર્ચામાં છે, કારણ કે ગત ચૂંટણીમાં પણ તે દેશના સૌથી અમીર સાંસદ હતા, તેમની સંપત્તિમાં હવે વધારો થયો છે.
સંપત્તિને લઇને ચર્ચામાં રહેનારા સાંસદ કોણ છે?
આ છે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર અને છિંદવાડાના વર્તમાન સાંસદ નકુલનાથ. કોંગ્રેસે આ વખતે પણ તેમણે છિંદવાડાથી ટિકિટ આપી છે. પોતાના સોગંદનામામાં નકુલનાથે જણાવ્યું કે તેમની પાસે કુલ 700 કરોડ રૂપિયાની સંપત્તિ છે જેમાં 649,51,96,174 રૂપિયાની સંપત્તિ ચલ સંપત્તિ અને 48,07,86,433 રૂપિયાની અચલ સંપત્તિ છે.
સૌથી અમીર સાંસદ
મહત્ત્વપૂર્ણ છે કે નકુલનાથ 2019 લોકસભા ચૂંટણીમાં પણ દેશના સૌથી અમીર સાંસદ હતા, તે સમયે ચૂંટણી એફિડેવિટમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 630 કરોડ રૂપિયા જણાવી હતી. જે આ વખતે વધીને લગભગ 700 કરોડ રૂપિયા થઇ છે. નકુલનાથ તરફથી આપવામાં આવેલા સંપત્તિના અહેવાલ અનુસાર, તેમની પાસે 147.58 કેરેટના હીરા છે.
આ સિવાય 1896 ગ્રામ સોનું અને 7.630 કિલોગ્રામ ચાંદી પણ નકુલનાથ પાસે છે, તેમણે ઘરેણાની કુલ કિંમત 2.2 કરોડ રૂપિયા જણાવી છે. નકુલનાથ પાસે 6.46 લાખ રૂપિયાની પેઇન્ટિંગ પણ છે. સાથે જ તેમના પત્ની પાસે 881.31 કેરેટના હીરા-જ્વેલરી અને 2.75 કરોડના ઘરેણા છે.
વાર્ષિક આવક કેટલી છે
એફિડેવિટમાં નકુલનાથે પોતાની વાર્ષિક આવકનો અહેવાલ પણ આપ્યો છે. વર્ષ 2018-19માં તેમની વાર્ષિક આવક 4.98 કરોડ રૂપિયા હતી, જે 2019-20માં વધીને 11.60 કરોડ રૂપિયા હતી . 2020-21માં 2.39 કરોડ આવક હતી. તે બાદ 2021-22માં 3.76 કરોડ અને 2022-23માં 7.89 કરોડ વાર્ષિક આવક હતી.
ગુનાહિત કેસ કોઇ નથી
નકુલનાથે એફિડેવિટમાં એમ પણ જણાવ્યું કે તેમના પર કોઇ ગુનાહિત કેસ નોંધાયેલો નથી, ના તો તેમના પર કોઇ ગાડી, હેલિકોપ્ટર કે પ્લેન રજિસ્ટર્ડ છે. મહત્ત્વપૂર્ણ છે કે 2019માં મધ્ય પ્રદેશમાંથી કોંગ્રેસના માત્ર નકુલનાથ જ ચૂંટણી જીત્યા હતા. પાર્ટીએ તેમણે ફરી છિંદવાડાથી મેદાનમાં ઉતાર્યા છે, તેમના વિરૂદ્ધ ભાજપે વિવેક બંટી સાહૂને ઉમેદવાર બનાવ્યા છે.

