ઇન્દિરા હટાઓ- દેશ બચાવોથી લઇને અબકી બાર 400 પાર સુધી…જ્યારે નારાએ બદલ્યા ચૂંટણીના સમીકરણ

ચૂંટણીમાં રાજકીય નારાની પોતાની જ કહાની છે. દેશમાં ચૂંટણીને લઇને પાર્ટીઓ તરફથી કેટલાક નારા બનાવવામાં આવ્યા હતા. નારાને પોતાનું મનોવિજ્ઞાન હોય છે, તેના દ્વારા તે સમયની કહાની કેટલાક શબ્દોમાં જનતાના દિલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. 70ના દાયકામાં ગરીબી હટાઓ, દેશ બચાવોથી લઇને અબકી બાર મોદી સરકાર સુધી દરેક ચૂંટણીના સમયમાં રાજકીય પક્ષ નારા બનાવે છે. કેટલીક વખત આ નારાની મદદથી મોટા મોટા દિગ્ગજ ચૂંટણી જીતે છે તો કેટલીક વખત હારનો પણ સામનો કરવો પડે છે.. આવા જ કેટલાક જાણીતા નારા વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ.
ચૂંટણી ઇતિહાસમાં ક્યા-ક્યા નારા ફેમસ થયા
1977માં જનતા પાર્ટીએ નારો આપ્યો હતો- ઇન્દિરા હટાઓ, દેશ બચાવો. ઇમરજન્સી બાદ યોજાયેલી ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ રાયબરેલીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં એક નારો ગૂંજ્યો હતો- જબ તક સૂરજ ચાંદ રહેગા, ઇન્દિરા તેરા નામ રહેગા. સહાનુભૂતિની લહેરમાં કોંગ્રેસ ભારે જીતથી સત્તામાં પરત ફરી હતી. તાજેતરના સમયની વાત કરીએ તો વર્ષ 2014માં ભાજપે પોતાના ચૂંટણી રણનીતિના કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને રાખ્યા હતા, તેમની લોકપ્રિયતાને લઇને ભાજપે નારો આપ્યો હતો- અબકી બાર, મોદી સરકાર. આ નારો હિટ થયો હતો. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે આવા અનેક નારા સામે આવ્યા હતા. ટ્વિન્કલ ટ્વિન્ટલ લિટર સ્ટાર, અબકી બાર મોદી સરકાર. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં બે નારા સાંભળવા મળતા હતા- હર હાથ શક્તિ, હર હાથ તરક્કી અને કટ્ટર સોચ નહીં…યુવા જોશ…
ભાજપ અને કોંગ્રેસના નારા
80ના દાકામાં સાહિત્યકાર શ્રીકાંત વર્માએ ઇન્દિરા ગાંધીને કેન્દ્રમાં રાખીને એક નારો આપ્યો હતો- જાત પર ન પાત પર, ઇન્દિરાજી કી બાત પર…મુહર લગેગી હાથ પર..1980ની ચૂંટણીમાં ચિકમંગલૂરની પેટા ચૂંટણી જીત્યા બાદ વધુ એક નારો સામે આવ્યો હતો- એક શેરની સૌ લંગૂર, ચિકમંગલૂર,ચિકમંગલૂર..1996 અને 1997ની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ નારો આપ્યો હતો- જિસકા જલવા કાયમ હૈ, ઉસકા નામ મુલાયમ હૈ. આ નારાનો સમાજવાદી પાર્ટીને ફાયદો થયો હતો. વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં વી.પી.સિંહને લઇને નારો જાણીતો બન્યો હતો- રાજા નહીં ફકીર હૈ, દેશ કી તકદીર હૈ. ભાજપની અંદર વાજપેયીની ઇમેજને ચૂંટણી માટે ઉપયોગ કરવા માટે અબકી બારી અટલ બિહારીના નારાનો સહારો લેવામાં આવ્યો હતો. વર્ષ 1996માં લખનૌમાં રેલી દરમિયાન પ્રથમ વખત આ નારો સામે આવ્યો હતો, તે ચૂંટણીમાં ભાજપ 13 દિવસ માટે જ પરંતુ પ્રથમ વખત કેન્દ્રમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. લોકોએ વાજપેયીના ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, તેમના વડાપ્રધાન રહેતા જ 2004માં ભાજપે ઇન્ડિયા શાઇનિંગનો નારો અને ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી નિષ્ફળ રણનીતિ માનવામાં આવે છે. કરોડો રૂપિયા ખર્ચ કરવા અને પ્રોફેશનલ પીઆર ફર્મ્સની સેવા લીધા બાદ પણ તેને સફળતા મળી નહતી.Ele

