Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

‘ભ્રષ્ટાચારીઓ પર એક્શન થઇને જ રહેશે, આ મોદીની ગેરંટી’, PM મોદીએ મેરઠથી કર્યો લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2024
લાઇવ ટીવીGoogle News
‘ભ્રષ્ટાચારીઓ પર એક્શન થઇને જ રહેશે, આ મોદીની ગેરંટી’, PM મોદીએ મેરઠથી કર્યો લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી લોકસભા ચૂંટણી 2024ના પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે, 2014 અને 2019માં મે પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત મેરઠથી જ કરી હતી. હવે 2024ની ચૂંટણીની પ્રથમ રેલી મેરઠમાં થઇ રહી છે. 2024મી ચૂંટણી માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી પણ આ વખતની ચૂંટણી વિકસિત ભારત બનાવવા માટે છે. 2024નો જનાદેશ ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થીક મહાશક્તિ બનાવશે.

App Store

પીએમ મોદીએ રજૂ કર્યો 10 વર્ષનો રિપોર્ટ કાર્ડ

પીએમ મોદીએ પોતાની સરકારનો 10 વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત દુનિયામાં 11માં નંબરની અર્થવ્યવસ્થા હતું ત્યારે દેશમાં ગરીબી હતી જ્યારે દેશ પાંચમા નંબર પર પહોચ્યું તો 25 કરોડ દેશવાસી ગરીબીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાં. જ્યારે ભારત દુનિયામાં ત્રીજા નંબર પર પહોંચશે તો દેશમાં ગરીબી તો દૂર થશે જ સાથે જ એક સશક્ત મધ્યમવર્ગ દેશને નવી ઉર્જા આપનારૂ હશે. આજે ભારતની સાખ નવી ઉંચાઇ પર છે. હું આવનારી પેઢીઓ માટે કામ કરી રહ્યો છું.

પીએમ મોદીએ કહ્યું કે,જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ક્યારેય હટશે, આ લોકોને અશક્ય લાગતુ હતું પરંતુ અમે તેને હટાવી દીધો. જમ્મુ કાશ્મીરનો હવે ઝડપથી વિકાસ થઇ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું, “અમારી સરકાર ત્રીજા કાર્યકાળની તૈયારીમાં લાગી ગઇ છે. અમે આગામી 5 વર્ષનો રોડમેપ બનાવી રહ્યાં છીએ. નવી સરકાર બન્યા બાદ પહેલા 100 દિવસમાં અમારે ક્યા મોટા નિર્ણય લેવાના છે તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે..છેલ્લા 10 વર્ષમાં તમે વિકાસનું ટ્રેલર જોયું છે, હજુ આપણે દેશને ઘણુ આગળ લઇને જવાનું છે..”

‘જિસે કિસીને નહીં પૂછા, ઉસે મોદીને પૂજા’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ગરીબીમાંથી તપીને અહીં પહોચ્યો છું, માટે દરેક ગરીબનું દુખ અને પીડા, તકલીફ હું સમજુ છું. અમે ગરીબો માટે યોજનાઓ બનાવી, સારવાર માટે 5 લાખ રૂપિયા સુધીની આયુષ્યમાન યોજના બનાવી, અમારી સરકાર 80 કરોડ ગરીબોને મફત રાશન આપી રહી છે, જેને કોઇએ નથી પૂછ્યુ, તેની મોદીએ પૂજા કરી છે..

હું ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ લડી રહ્યો છું- પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કામ કરી રહ્યો છું, માટે કેટલાક લોકો પોતાનું ભાન ભૂલી ચુક્યા છે. હું કહું છું કે મોદીની ગેરંટી કહે છે કે ભ્રષ્ટાચાર હટાઓ, તે કહે છે કે ભ્રષ્ટાચારી બચાઓ, આ ચૂંટણી બે જૂથની લડાઇ છે. NDA ભ્રષ્ટાચાર હટાવવા માટે મેદાનમં છે. બીજુ ઇન્ડિયા બ્લૉક ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે મેદાનમાં છે. પીએમ મોદીએ કહ્યું, મારો ભારત મારો પરિવાર છે. હું ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ ઘણી મોટી લડાઇ લડી રહ્યો છું, માટે મોટા મોટા ભ્રષ્ટાચારીઓ આજે જેલના સળિયા પાછળ છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમણે જામીન મળતા નથી, માટે આ ભ્રષ્ટાચારીઓએ કોર્ટના ચક્કર લગાવવા પડી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યુ કે હું આવા લોકો પર માત્ર કાર્યવાહી જ નથી કરતો પણ આ બેઇમાનોએ જેમનું ધન લૂંટ્યુ છે, તે ધનને પણ પરત કરી રહ્યો છું..પીએમ મોદીએ કહ્યું કે હું ભ્રષ્ટાચારીઓને કહી રહ્યો છું કે મોદી પર જેટલા પણ હુમલા કરો, મોદી ઝુકવાનો નથી.