લોકસભા ચૂંટણી 2024: દર્શના જરદોષથી વરૂણ ગાંધી સુધી; ગુજરાતના 14 સહિત દેશમાં ભાજપના 100થી વધુ સાંસદોની ટિકિટ કપાઇ

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે અત્યાર સુધી 402 બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે પાંચમી યાદીમાં 111 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. ભાજપ 90 ટકા બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારી ચુકી છે. ભાજપે 2019 લોકસભા ચૂંટણીમાં જીતેલા 303 ઉમેદવારમાંથી 100થી વધુ ઉમેદવારોની ટિકિટ કાપી છે.
ભાજપે 100થી વધુ સાંસદોની ટિકિટ કાપી
ભાજપે વર્તમાન સાંસદમાંથી લગભગ 100 સાંસદોને રિપીટ કર્યા નથી, જેનાથી પાર્ટી કેટલાક મેસેજ આપી રહી છે. પહેલા આ કે પાર્ટીએ સમય રહેતા ઉમેદવાર જાહેર કરીને તેમણે ચૂંટણી પ્રચારમાં ઉતરવા માટે પુરતો સમય આપ્યો છે. ભાજપ પોતાના દમ પર 370 બેઠક જીતવાનો ટાર્ગેટ લઇને ચાલી રહ્યુ છે.
ભાજપે પ્રથમ યાદીમાં 33 સાંસદોની ટિકિટ કાપી હતી
ભાજપે પ્રથમ યાદીમાં 33 સાંસદોની ટિકિટ કાપી હતી જેમાં ગુજરાત, આસામ, છત્તીસગઢ, દિલ્હી, ઝારખંડ, મધ્ય પ્રદેશના સાંસદોનો સમાવેશ થતો હતો. ભાજપે પ્રથમ યાદીમાં ગુજરાતમાં બનાસકાંઠા (પરબત પટેલ) , અમદાવાદ પશ્ચિમ (કિરીટ સોલંકી), રાજકોટ (મોહન કુંડારિયા), પોરબંદર (રમેશ ધડુક) અને પંચમહાલના સાંસદ (રતન રાઠોડ)ની ટિકિટ કાપી હતી.
ક્યા સાંસદોની ટિકિટ કપાઇ
2019માં જીતેલા 303માંથી 33% સાંસદોને ભાજપે ઘરે બેસાડ્યા છે. ભાજપે ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી વર્તમાન સાંસદ વરૂણ ગાંધીની ટિકિટ કાપી છે. વરૂણ ગાંધીની જગ્યાએ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા જિતિન પ્રસાદને ટિકિટ આપી છે.ભાજપે ગાઝિયાબાદથી બે વખતના સાંસદ જનરલ વીકે સિંહની ટિકિટ કાપીને અતુલ ગર્ગને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
બિહારની બક્સર બેઠક પરથી અશ્વિની ચૌબેની ટિકિટ કાપવામાં આવી છે. સાસારામ બેઠક પરથી છેદી પાસવાનને પણ ટિકિટ મળી નથી.
ગુજરાતના 14 સાંસદોની ટિકિટ કપાઇ;12ને રિપીટ કરાયા
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ 26 બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની 26 બેઠકમાંથી 12 બેઠક પર ઉમેદવારોને રિપીટ કરાયા છે જ્યારે 14ના પત્તા કપાયા છે.
ભાજપ હાઇકમાન્ડે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયાને પણ પડતા મુકવામાં આવ્યા છે. ભાજપે દર્શના જરદોશ, રંજનબેન ભટ્ટ, મોહન કુંડારિયાને ફરી ટિકિટ આપી નથી. ભાજપે ગુજરાતમાં ચાર નવા ચહેરાને લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય બે પક્ષપલટુઓને પણ સાંસદ બનવાની ભાજપે તક આપી છે.
| ક્રમાંક | મતવિસ્તાર | રિપીટ કે પત્તુ કપાયું | ઉમેદવાર |
|---|---|---|---|
| ૧ | કચ્છ | રિપીટ | વિનોદભાઈ ચાવડા |
| ૨ | બનાસકાંઠા | પત્તુ કપાયું | પરબતભાઈ પટેલ |
| ૩ | પાટણ | રિપીટ | ભરતસિંહજી ડાભી ઠાકોર |
| ૪ | મહેસાણા | પત્તુ કપાયું | શારદાબેન પટેલ |
| ૫ | સાબરકાંઠા | પત્તુ કપાયું | દિપસિંહ રાઠોડ |
| ૬ | ગાંધી નગર | રિપીટ | અમિત શાહ |
| ૭ | અમદાવાદ પૂર્વ | રિપીટ | હસમુખ પટેલ |
| ૮ | અમદાવાદ પશ્ચિમ | પત્તુ કપાયું | કિરીટ સોલંકી |
| ૯ | સુરેન્દ્રનગર | પત્તુ કપાયું | મહેન્દ્ર મુંજપરા |
| ૧૦ | રાજકોટ | પત્તુ કપાયું | મોહન કુંડારીયા |
| ૧૧ | પોરબંદર | પત્તુ કપાયું | રમેશભાઈ ધડુક |
| ૧૨ | જામનગર | રિપીટ | પૂનમબેન માડમ |
| ૧૩ | જુનાગઢ | રિપીટ | રાજેશ ચુડાસમા |
| ૧૪ | અમરેલી | પત્તુ કપાયું | નારણભાઈ કાછડીયા |
| ૧૫ | ભાવનગર | પત્તુ કપાયું | ભારતી શિયાલ |
| ૧૬ | આણંદ | રિપીટ | મિતેશભાઈ પટેલ |
| ૧૭ | ખેડા | રિપીટ | દેવસિંહ ચૌહાણ |
| ૧૮ | પંચમહાલ | પત્તુ કપાયું | રતનસિંહ રાઠોડ |
| ૧૯ | દાહોદ | રિપીટ | જસવંતસિંહ ભાભોર |
| ૨૦ | વડોદરા | પત્તુ કપાયું | રંજનબેન ભટ્ટ |
| ૨૧ | છોટા ઉદેપુર | પત્તુ કપાયું | ગીતાબેન રાઠવા |
| ૨૨ | ભરૂચ | રિપીટ | મનસુખભાઈ વસાવા |
| ૨૩ | બારડોલી | રિપીટ | પરભાબાઈ વસાવા |
| ૨૪ | સુરત | પત્તુ કપાયું | દર્શન જરદોષ |
| ૨૫ | નવસારી | રિપીટ | સી.આર.પાટીલ |
| ૨૬ | વલસાડ | પત્તુ કપાયું | ડૉ. કે.સી.પટેલ |

