Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / લોકસભા ચૂંટણી 2024 : In BJP's bastion UP itself, BJP has a blow, Congress-SP lead in 40 seats

ભાજપના ગઢમાં જ ભાજપને ઝટકો, કોંગ્રેસ-સપા 40 બેઠકની લીડ

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2024
લાઇવ ટીવીGoogle News
ભાજપના ગઢમાં જ ભાજપને ઝટકો, કોંગ્રેસ-સપા 40 બેઠકની લીડ

ભારતમાં સૌથી વધારે લોકસભાની સીટ ઘરાવતા ઉત્તર પ્રદેશથી દિલ્લીની સત્તાનો માર્ગ છે ત્યારે ઉત્તર પ્રદેશ 80 લોકસભા સીટો પર સૌની નજર છે. છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે એકતરફી પ્રદર્શન રહ્યું હતું. 2014માં ભાજપે 71 બેઠકો જીતી હતી, જ્યારે 2019માં 78 બેઠકો જીતી હતી. મતગણતરી શરૂ થતાં જ અમે તમને યુપીની દરેક બેઠક વિશે જણાવીશું કે કઈ પાર્ટીના ઉમેદવાર આગળ છે અને કોના ઉમેદવાર પાછળ છે.

App Store

ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો પર મત ગણતરી ચાલી રહી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને ગઈ ચૂંટણી કરતા નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. જેમ જેમ મતગણતરીનો તબક્કો આગળ વધી રહ્યો છે તેમ તેમ એનડીએ ગઠબંધનને ભારે નુકસાન થઈ રહ્યું છે, જ્યારે I.N.D.I.A. ગઠબંધનની ભાગીદારીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની સ્થિતિ સારી છે. સવારે 11 વાગ્યાના આંકડાના આધારે એનડીએ 37 છે, I.N.D.I.A. ગઠબંધનને 40 છે, જ્યારે અન્ય એક બેઠક પર આગળ છે. ખાસ વાત એ છે કે નગીના બેઠક પર આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદ ચૂંટણી લડી રહ્યા છે.

યુપીમાં હાઈ પ્રોફાઈલ બેઠકો પર દેશની રાજનીતિના મહાનુભાવો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની લખનઉ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની અમેઠી, રાહુલ ગાંધીની રાયબરેલી, સપા પ્રમુખ અખિલેશ યાદવની કન્નૌજ, ડિમ્પલ યાદવની મૈનપુરી, ભોજપુરી અભિનેતા રવિ કિશનની ગોરખપુર વગેરે બેઠકનો સમાવેશ થાય છે.