મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Cash for Query કેસમાં લોકપાલનો આદેશ રદ, મહુઆ મોઈત્રાને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાને કેશ-ફોર-ક્વેર

Cash for Query કેસમાં લોકપાલનો આદેશ રદ, મહુઆ મોઈત્રાને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાને કેશ-ફોર-ક્વેરી કેસમાં મોટી રાહત આપી છે. હાઈકોર્ટે આ કેસમાં લોકપાલનો એ આદેશ રદ કરી દીધો જેમાં સીબીઆઈને મોઈત્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી આપી હતી. આ મામલો સંસદમાં સવાલ પૂછવાના બદલે એક ઉદ્યોગપતિ પાસેથી રોકડ અને ગીફ્ટ લેવાના આરોપ સાથે જોડાયેલી છે. મોઈત્રાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે લોકપાલે તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની સીબીઆઈને ખોટી રીતે પરવાનગી આપી છે.

લોકપાલમાં ફરી સુનાવણી થશે

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાને રાહત આપતા દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ અનિલ ક્ષેત્રપાલ અને હરીશ વૈદ્યનાથન શંકરની બેન્ચે કહ્યું, "લોકપાલનો આદેશ રદ કરવામાં આવે છે. અમે લોકપાલને વિનંતી કરીએ છીએ કે તેઓ લોકપાલ અને લોકાયુક્ત કાયદાની કલમ 20 ની જોગવાઈઓ અનુસાર એક મહિનાની અંદર મંજૂરી આપવાનું વિચારે.

લોકપાલે ચાર્જશીટને આપી હતી મંજૂરી

મોઇત્રાએ પોતાની અરજીમાં લોકપાલના 12 નવેમ્બરના રોજ CBIને તેમની સામે ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગી આપવાના આદેશને રદ કરવાની માંગ કરી હતી. મહુઆ મોઈત્રાએ દાવો કર્યો હતો કે, લોકપાલનો આદેશ ખોટો, લોકપાલ કાયદાની જોગવાઈઓથી વિપરીત  અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઘોર ઉલ્લંઘન છે. અરજીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, લોકપાલ કાયદા હેઠળ મંજૂરી આપતા પહેલા તેમની દલીલો અને સૂચનો માંગ્યા હતા. પરંતુ પછથી લોકપાલ અધિનિયમ અંતર્ગત મંજૂરી આપતા પહેલા તેમને આ આધાર પર સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરાયા કે આ બાબતે પછીના તબક્કામાં વિચાર કરીશું.

CBI માટે આંચકો
મહુઆ મોઈત્રાએ અરજીમાં એવી પણ દલીલ કરી હતી કે, મંજૂરીનો આદેશ લોકપાલની ભૂમિકાને ફક્ત તપાસ રિપોર્ટ પર સ્ટેમ્પિંગ કરવા સુધી મર્યાદિત કરી દેશે. બચાવ પક્ષને સાંભળ્યા વિના ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી આપવી અન્યાયી રહેશે. CBIએ  એવું કહીને આ દલીલોનો વિરોધ કર્યો કે મોઇત્રાને લોકપાલની કાર્યવાહી દરમિયાન દસ્તાવેજો પૂરા પાડવાનો કોઈ અધિકાર નથી. મૌખિક દલીલો પણ કરી શકતા નથી.  તેઓ ફક્ત ટિપ્પણીઓ કરી શકે છે.

કેશ ફોર ક્વેરી કેસ શું છે?

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામેનો કેસ દુબઈ સ્થિત ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી રોકડ અને ગીફ્ટના બદલામાં સંસદમાં સવાલ પૂછવા અંગેનો છે. આ મામલો કેશ ફોર ક્વેરી નામથી કુખ્યાત છે. ગત લોકસભામાં સંસદીય નૈતિક સમિતિએ આ જ કેસમાં "ગેરવર્તણૂક" માટે દોષિત ઠેરવતાં સભ્યપદ છિનવી લેવાયું હતું. જો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટાઈને સંસદમાં પહોંચી ગયા હતા.

આ સમાચાર શેર કરો