Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lok Sabha Election Rajmata amrita roy against mahua moitra in krishnanagar seat

ભાજપનો માસ્ટરસ્ટ્રોક : મહુઆ મોઇત્રા સામે આ દિગ્ગજ મહિલાને ઉતાર્યા મેદાનમાં

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ભાજપનો માસ્ટરસ્ટ્રોક : મહુઆ મોઇત્રા સામે આ દિગ્ગજ મહિલાને ઉતાર્યા મેદાનમાં


લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. બીજી તરફ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીઓ ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે રવિવારે મોડી સાંજે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ભાજપે રાજમાતા અમૃતા રોયને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ટીએમસીએ મહુઆ મોઇત્રાને ફરીથી ટિકિટ આપી છે. જેના પગલે આ બેઠક પર ખરાખરીનો ખેલ જામશે. 

App Store

અમૃત રોય 20 માર્ચે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. અમૃતા રોય કૃષ્ણનગરથી ચૂંટણી લડશે. નાદિયા જિલ્લાના ઈતિહાસમાં રાજા કૃષ્ણચંદ્રનું યોગદાન સૌ કોઈ જાણે છે. કૃષ્ણનગર રાજવી પરિવારની ભૂમિકા આજે પણ યાદ કરવામાં આવે છે. ચૂંટણી નિષ્ણાતો માને છે કે અમૃતા રોય મહુઆ મોઇત્રાને ટક્કર આપી શકશે.

ગત ચૂંટણીમાં મોઇત્રાનો ભવ્ય વિજય થયો હતો

TMC નેતા મહુઆ મોઇત્રા 2019ની લોકસભા ચૂંટણીમાં કૃષ્ણનગર બેઠક પરથી જીત્યા હતા. જેમને 6,14,872 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના કલ્યાણ ચૌબેને કુલ 5,51,654 વોટ મળ્યા હતા. જેના પગલે મહુઆ મોઇત્રા 63,218ના માર્જિનથી જીત્યા હતા.

ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.