Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lok Sabha Election Congress announced the sixth list of candidates

લોકસભા ચૂંટણી : કોંગ્રેસ ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2024
લાઇવ ટીવીGoogle News
લોકસભા ચૂંટણી : કોંગ્રેસ ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ

લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ ધૂળેટીના દિવસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 

App Store

કોંગ્રેસ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં રાજસ્થાનમાંથી 4 અને તમિલનાડુમાંથી 1 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. અજમેરથી રામચંદ્ર ચૌધરી, રાજસમંદથી સુદર્શન રાવત, ભીલવાડાથી ડો. દામોદર ગુર્જર અને કોટાથી પ્રહ્લાદ ગુંજલ જ્યારે તિરુનલવેલ્લીથી વકીલ સી રોબર્ટ બ્રૂસની ટિકિટ આપી છે. 

ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.