Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : lok sabha election 2024 BJP announced the eighth list of candidates

લોકસભા ચૂંટણી : ગુરદાસપુરથી સની દેઓલનું પત્તું કપાયું, ભાજપે ઉમેદવારની આઠમી યાદી કરી જાહેર

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2024
લાઇવ ટીવીGoogle News
લોકસભા ચૂંટણી : ગુરદાસપુરથી સની દેઓલનું પત્તું કપાયું, ભાજપે ઉમેદવારની આઠમી યાદી કરી જાહેર

એક તરફ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. બીજી તરફ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભાજપે ઉમેદવારની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં ગુરદાસપુરથી અભિનેતા સની દેઓલનું પત્તું કાપીને દિનેશ સિંહ 'બબ્બુ'ને ટિકિટ આપવામાં આવી છે. 

App Store

AAP પાર્ટીમાંથી આવેલા રિંકુને જલંધરથી ટિકિટ આપી

ભાજપે શનિવારે સાંજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારની આઠમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં વધુ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં જલંધરથી સુશીલ કુમાર રિંકુને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ આપ પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા હતા. 

ભાજપે અત્યાર સુધીમાં કુલ 418 ઉમેદવારના નામ જાહેર કર્યા

ભાજપે પહેલી યાદીમાં 195, બીજી યાદીમાં 72, ત્રીજી યાદીમાં તમિલનાડુના નવ, ચોથી યાદીમાં 15, પાંચમી યાદીમાં 111, જ્યારે છઠ્ઠી યાદીમાં ત્રણ, સાતમી યાદીમાં બે અને આઠમી યાદીમાં 11 ઉમેદવારના નામ જાહેર કરાતા ભાજપે અત્યાર સુધીમાં કુલ 418 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.