Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Loadman workers strike in Tiruchirappalli

VIDEO: તિરુચિરાપલ્લીમાં લોડમેન કર્મચારીઓની હડતાળ

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના તિરુચિરાપલ્લી તજિલ્લામાં તમિલનાડુ સિવિલ સપ્લાય કોર્પોરેશન ના માલ-સામાનની હેરફેર કરતા મજૂરો દ્વારા શરૂ કરવામાં આવેલી અનિશ્ચિત મુદતની હડતાળ આજે ચોથા દિવસે પણ ચાલુ રહી હતી. વેતન સુધારણા, વાજબી મજૂરી અને અન્ય પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ચાર દિવસથી ચાલી રહેલી આ હડતાળના કારણે સરકારી ગોડાઉનોમાંથી રેશનનો માલસામાન ઉપાડવાની અને સપ્લાય કરવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેના કારણે જિલ્લાભરની વાજબી ભાવની દુકાનો પર અનાજ અને અન્ય જરૂરી સામગ્રીનો પુરવઠો ખોરવાયો છે. સ્થાનિક નાગરિકોને રેશન મળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હડતાળિયા કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News