Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : LIVE Update Maharashtra And Jharkhand Assembly Election Result Update

મહારાષ્ટ્રમાં મહાયુતી, ઝારખંડમાં કોંગ્રેસ-JMMની સરકાર

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2024
લાઇવ ટીવીGoogle News
મહારાષ્ટ્રમાં મહાયુતી, ઝારખંડમાં કોંગ્રેસ-JMMની સરકાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં મહાયુતિ સત્તામાં પરત ફરી રહી છે. રાજ્યમાં કુલ 288 બેઠક છે અને મહાયુતિને અત્યાર સુધી 220 બેઠક પર લીડ મળી છે. વિપક્ષી મહાવિકાસ અઘાડી 54 બેઠક પર જ સમેટાઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં હવે સરકારની રચનાને લઇને નવેસરથી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સૌથી વધુ 128 બેઠક પર ભાજપ આગળ છે, તે બાદ શિંદેની પાર્ટી 53 બેઠક અને અજિત પવારની પાર્ટીના 36 ઉમેદવાર આગળ છે.

App Store

મહારાષ્ટ્રમાં શરૂઆતના વલણમાં મહાયુતી આગળ

મહારાષ્ટ્રમાં મહાયુતી 217 બેઠક પર જ્યારે INDIA ગઠબંધન 58 બેઠક પર આગળ ચાલી રહ્યું છે જ્યારે અન્ય 13 બેઠક પર આગળ ચાલી રહ્યાં છે.

 ઝારખંડમાં શરૂઆતના વલણમાં કોંગ્રેસ-JMM સરકાર

ઝારખંડમાં શરૂઆતના વલણમાં કોંગ્રેસ-JMM ગઠબંધનની સરકાર 47 બેઠક જ્યારે NDA 30 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અન્ય 4 પર આગળ ચાલી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં મહાયુતી અને મહાવિકાસ અઘાડી વચ્ચે જંગ

મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષથી તડજોડ અને તોડફોડના રાજકારણ બાદ હવે સ્થિરતા આવશે કે રાજકીય ઉઠાપટકનો દોર હજુ પણ ચાલુ રહેશે તેના પર સૌની નજર છે. મહારાષ્ટ્રમાં એક તરફ ભાજપ, એકનાથ  શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીની મહાયુતિ તો બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી ની મહાવિકાસ આઘાડી એમ સામસામી છાવણીઓ મંડાઈ છે. આ બંને છાવણીઓ પરિણામ પછી અકબંધ રહે છે કે પછી તેમાં પણ ફરી તોડફોડ અને રાજકીય પુનઃ જોડાણો રચાય છે તે વિશે અટકળો થઈ રહી છે. 

કયા પક્ષે કેટલી બેઠક પર લડી હતી ચૂંટણી?

મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. અજિત પવારના નેતૃત્વવાળી NCPએ 59 બેઠકો પર ચૂંટણી લડી છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસે 101 પર, શિવસેના (UBT) 95 પર અને NCP (SP)એ 86 બેઠકો પર ચૂંટણી લડી છે. આ સિવાય બસપા અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિત નાની પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.

ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે જંગ

ઝારખંડમાં કુલ 81 વિધાસભા બેઠક છે. ત્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ અને બીજા તબક્કામાં 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાન થયું હતું, પહેલા તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થયું હતું. ઝારખંડમાં NDA (ભાજપ-AJSU) અને ઈન્ડિયા બ્લોક (JMM-કોંગ્રેસ) વચ્ચે મુકાબલો છે.