પદયાત્રા દરમિયાન કેજરીવાલ પર ફેંકાયું પ્રવાહી, સુરક્ષા કર્મચારીઓએ યુવકને પકડ્યો

દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેના સુરક્ષા કર્મચારીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો.
ફરી એકવાર અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિએ પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જેને લોકોએ પકડી લીધો હતો. સમર્થકોએ આરોપીને જોરદાર માર માર્યો હતો.
તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલ આ દિવસોમાં રોજેરોજ પ્રવાસ કરી રહ્યા છે. તે આજે ગ્રેટર કૈલાશમાં પદયાત્રા કરી રહ્યા હતા.

