VIDEO: મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શને નેતાઓ અને સેલિબ્રિટીઝ
સોર્સ : gstv
મુંબઈમાં ગણેશોત્સવ નિમિત્તે પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન માટે રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઝની અવરજવર જોવા મળી રહી છે. પૂર્વ સાંસદ નવનીત રાણા પણ લાલબાગચા રાજાના દર્શન માટે પહોંચ્યા હતા. અભિનેતા મનોજ જોશીએ પણ ગણપતિ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન મનોજ જોશીએ લાલબાગચા રાજા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે અભિનેતા સયાજી શિંદેએ ગુજરાતમાં યોજાનારા હિન્દી ભાષા સંમેલન અને રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ અંગે વાત કરી હતી. ગણેશોત્સવના માહોલ વચ્ચે લાલબાગચા રાજાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.

