VIDEO: તિરુવનંતપુરમમાં એલડીએફની રાજ્ય સમિતિની બેઠક શરૂ
સોર્સ : gstv
કેરળની રાજધાની તિરુવનંતપુરમ ખાતે આવેલ એસજી સેન્ટર ખાતે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ ની મહત્વપૂર્ણ રાજ્ય સમિતિની બેઠક કરવામાં આવી હતી . મોરચાના સંયોજક ટી.પી. રામકૃષ્ણનની અધ્યક્ષતામાં મળી રહેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના રાજકીય ઘટનાક્રમો, આગામી રણનીતિઓ અને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત મંથન કરવામાં આવી રહ્યું છે. બેઠકમાં મોરચાના શીર્ષ નેતાઓ અને પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહીને વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠનાત્મક બાબતો પર મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા .

