VIDEO : 'PM મોદીના નેતૃત્વમાં મહિલા ઉત્થાન માટે આ નિર્ણાયક પગલું', લોકસભામાં કાયદા મંત્રીએ રજૂ કર્યા બિલ
કેન્દ્ર સરકાર મહિલા અનામત બિલ સહિત ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા છે.. લોકસભામાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે બંધારણીય 131મો સુધારો વિધેયક અને સીમાંકન વિધેયક રજૂ કર્યા હતા, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા વિધેયક રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે, પરંતુ લોકસભામાં આ બિલો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે ચર્ચા માટે કુલ 12 કલાકનો સમય નક્કી કરાયો છે અને સ્પીકર ઓમ બિરલાએ જાહેર કર્યું છે કે આ ત્રણેય બિલો પર આવતીકાલે સાંજે 4 વાગ્યે મતદાન થશે. ચર્ચાની શરૂઆત કરતા મેઘવાલે આ દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં મહિલા ઉત્થાન માટે આ નિર્ણાયક પગલું છે. સરકાર પાસે આ લોકહિતના બિલોને લાગુ કરવાની સ્પષ્ટ નીતિ અને નિયત બંને છે.

